ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 302 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા (92) અને રવિન્દ્ર જાડેજા (66) એ છઠ્ઠી વિકેટ માટે શાનદાર ભાગીદારી કરી હતી. આ ટાર્ગેટ સેટ કરવામાં આ જોડીએ ખાસ ભૂમિકા ભજવી હતી.
Fifties from Hardik Pandya, Virat Kohli and Ravindra Jadeja guide #TeamIndia to 302/5 in the third ODI against Australia.
Follow the match 👉 https://t.co/VO9QlU3cB6 pic.twitter.com/ezJWMEsU3M
— BCCI (@BCCI) December 2, 2020
તેઓએ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 150 રનની ભાગીદારી કરી હતી. એક તરફ, જ્યારે હાર્દિક 92 રન બનાવવામાં સફળ રહ્યો હતો, ત્યારે જાડેજાએ પણ 66 રનની શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમીને ભારતનો સ્કોર 300 કરતા આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ બંને બેટ્સમેન સિવાય વિરાટ કોહલીએ 63 રન બનાવ્યા હતા. કોહલીએ તેની વનડે કારકિર્દીમાં 12,000 રન પૂરા કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્ટન એગરે 2 વિકેટ, એડમ જાંપાએ 1 વિકેટ, જોશ હેઝલવુડે 1 વિકેટ અને સીન એબોટને 1 વિકેટ મળી હતી.
— INNINGS BREAK —
Hardik Pandya ➞ 92*
Ravindra Jadeja ➞ 66*India score 7️⃣6️⃣ runs in the last 5️⃣ overs to post 302/5 💥
Follow #AUSvIND 👉 https://t.co/UpvjQhWPfW pic.twitter.com/R5BoGU77On
— ICC (@ICC) December 2, 2020
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
