Gujarat Weather: અમદાવાદમાં વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આ જીલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 35 થી 45 કિમીની રહેશે.
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં અતિભારે વરસાદ રહેશે. અમરેલી, ભાવનગર, જામનગર સહિતના જીલ્લામાં ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા મેઘ મહેર થશે. અગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 35 થી 45 કિલોમીટરની રહેશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ પવન સાથે વરસાદ રહેશે જેથી વાતાવરણમાં ખૂબ જ ઠંડક ફેલાઈ હોવાનો અહેસાસ થશે.
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ અપવામાં આવ્યું છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિત વરસાદનું જોર રહેશે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે
આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત
