Ahmedabad/ બે બાળકની અન્નનળી અને શ્વાસનલીમાં ફસાયેલું બીજ કરાયું દૂર

.   અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાયું સફળ ઓપરેશન

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 70 3 બે બાળકની અન્નનળી અને શ્વાસનલીમાં ફસાયેલું બીજ કરાયું દૂર

Ahmedabad News : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકની શ્વાસનળી અને અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડીને સફળ સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. ફરી એક વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ પોતાની સ્કીલ દ્વારા બે બાળકની સફળ સર્જરી કરી બંનેને ફરી એકવાર સ્વસ્થ કર્યા છે.

પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશના પિન્ડાનાં ખેડૂત પરિવારના બાળકની સર્જરી કરવામાં આવી હતી. આ કિસ્સો કંઈક એમ હતો કે, પિતા શંભુ ખાંટ અને માતા દક્ષાબેનનાં 13 મહિનાનાં દીકરા પ્રદ્યુમન પરિહારને એક દિવસ અચાનક શ્વાસ ચડતા તેની માતા ચિંતિત થઈ ગઈ હતી. માતા દક્ષાબેનને મગફળીનો દાણો શ્વાસમાં ગયો હોવાની શંકા જતા તાત્કાલીક મંદસૌર ખાતે ખાનગી હોસ્પિટલમાં બાળકને લઈ જવામાં આવ્યું હતું. ત્યાં સિટી સ્કેન કરાવતા ફોરેન બોડી શ્વાસ નળીમાં હોવાનું ખબર પડતા ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યું હતું.

માત્ર એક એક્સ રે કરાવી તેજ દિવસે ડો. રાકેશ જોષી, એચઓડી પીડિયાટ્રીક સર્જરી અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, ડૉ. જયશ્રી રામજી (એસોસિયેટ પ્રોફેસર) અને એનેસ્થેસિયા વિભાગનાં એસોસિયેટ પ્રોફેસર ડૉ.નિલેશ સહિતની ટીમ દ્વારા સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળકની શ્વાસનળીમાંથી મગફળીનો દાણો બહાર કાઢવામાં આવ્યો હતો. ઓપરેશન પછી કોઈપણ તકલીફ વગર રહેતા બાળકને સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

નાના બાળકોની શ્વાસનળીમાં ફોરેન બોડી જતી રહેવાનાં કિસ્સા વારંવાર આવતાં હોય છે. જો સમયસર ખબર પડે અને તેને ઓપેરેશન કરી બહાર કાઢવામાં ન આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી દરેક માતા-પિતા જેના બાળકો નાના હોય, તેમણે બાળકોને આવી વસ્તુઓ હાથમાં ન આવે તેનુ ખાસ ધ્યાન રાખવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે

આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત