સુરેન્દ્રનગર/ પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાઢીયુ કાસળ

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર સાયલા તાલુકાના ઢાંકણીયા ગામે વાડીમાં સુતેલા પતીનું પુર્વ આયોજીત રીતે પત્ની અને તેના પ્રેમીએ દુપ્પટો અને સાડીથી ફાસો આપી મોતને ઘાટ ઉતારી સમગ્ર પંથકમાં ચકચાર જાગી જવા પામી હતી.જેમાં જર જમીન અને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂએ કહેવત મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના અંતરીયાળ ગામ ઢાંકળીયા ગામે એક ઘટના બની જેમા […]

Gujarat Others

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સાયલા તાલુકાના ઢાંકણીયા ગામે વાડીમાં સુતેલા પતીનું પુર્વ આયોજીત રીતે પત્ની અને તેના પ્રેમીએ દુપ્પટો અને સાડીથી ફાસો આપી મોતને ઘાટ ઉતારી સમગ્ર પંથકમાં ચકચાર જાગી જવા પામી હતી.જેમાં જર જમીન અને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂએ કહેવત મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના અંતરીયાળ ગામ ઢાંકળીયા ગામે એક ઘટના બની જેમા છતા પતિએ પારકાને પામવા અને પ્રેમમાં અંધ બની અને જેની સાથે સાત જન્મ સાથે રહેવાના પવિત્ર અગ્નીનીસાક્ષી એ ફેરા ફરી સાથે જીવવા મરવાના કોલ આપ્યા હતા તે જ પતીને પ્રેમને પામવા રેખાબેન વાધેલાએ રાતના સમયે ફાસો આપી અને મોતને ધાટ ઉતારી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો .

સાયલા તાલુકાના ઢાંકણીયા ગામે જેમાભાઇ રૂપાભાઇ વાઘેલા અને તેમના પત્ની રેખાબેન વાઘેલા પોતાની વાડીમાં ઓરડીમાં રહી અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હતા પરંતુ ગત તારીખ 13/5/2021 ના રોજ રાતના એકાએક રેખાબેને જેમાભાઇના કુંટુબના લોકોને રાતના સમયે ફોન કરી અને જેમાભાઇનું ઢોર કાઢતા વાડીના વાડમાં ફસાઇ જતા ફાસો લાગી જતા મોત થયુ છે તેવી વાત કરી બધાને બોલાવ્યા હતા અને કુંટુબજનોએ પોલીસને જાણ કરવાનું કહેતા રેખાબેન એ બધાને સમજાવી લીધા હતા કે પોસ્ટમોર્ટમ થશે તો ચીર ફાડ થશે મારે મારા પતીનું પોસ્ટમોર્ટમ નથી કરવુ.

આમ મરણ જનાર જેમાભાઇ વાઘેલાના અંતિમસંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા પરંતુ ત્યાર બાદ કુટુંબના લોકોને કાઇક અજુગતુ બન્યાની શંકા જતા તેઓ વાડીએ ઘટના સ્થળે પોહોચીયા હતા ત્યારે વાડીના ખાટલામાં લોહી વાળા નિશાન હતા તેમજ એક રૂમાલ લોહી વાળુ હતુ જે પરથી શંકા જતા કોઇએ સાયલા પોલીસને નનામી અરજી મોકલતા પોલીસે ઢાંકણીયા ગામે પહોચી તપાસ હાથ ધરતા મરણ જનાર જેમાભાઇની પત્નીની આગવી ઢબે પુછપરછ હાથ ધરતા સમગ્ર ઘટના પરથી પોલીસે પડદો પડી દીધો હતો.અને આરોપી રેખાબેન એ કબુલાત આપી હતી…..મરણ જનાર જેમાભાઇ વાઘેલાની પત્ની રેખાબેનને સોનગઢ ગામના આરોપી ભરતભાઇ ભોપાભાઇ રંગપરા સાથે પ્રેમ સંબંધ હતો.

બન્ને અનેક વખત ચોરીછુપીથી મળી મળતા હતા અને રંગરગીયા મનાવવા હતા પરંતુ પત્ની રેખાને તેનો પતિ પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ લાગતા તે તેના પતીને મારવા માટે છેલ્લા ત્રણ મહિનાથી પ્લાન બનાવતી હતી પરંતુ સફળતા મળતી ન હતી પરંતુ તારીખ 13/5/2021 ના રોજ રાતના જેમાભાઇ વાધેલા ખાટલામાં સુતા હતા ત્યારે પત્નીએ તેના પ્રેમી ભરત રંગપરાને બોલાવી પતી જેમાભાઇને સાડી અને દુપટ્ટાથી ફાસો આપતા મરણ જનાર જેમાભાઇ જાગી જતા અને સામનો કરતા પત્ની રેખા જેમાભાઇની છાતીપર ચડી અને ભરતભાઇ બન્નેએ ફાસો આપી અને જેમાભાઇના રામ રમાડી દીધા હતા અને જેમાભાઇને મોઢા માથી લોહી નિકળતા રૂમાલ મોઢામાં દબાવી લોહી બંધ કરી દીધુ હતુ અને કુટુબજનોને ઘટના સ્થળે બોલાવી હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

કબુલાત આપતા પોલીસ પણ ચોકી ઉઠી હતી કે પત્ની એક પારકાને પામવા આટલી કુર બની અને આટલી હદે જઈ શકે છે. પરંતુ હવે પતીનું પ્રેમી સાથે મળી કાસળ કાઢતા સાયલા પંથકમાં પણ લોકો આરોપી પર ફીટકાર વરસાવી રહ્યા છે પરંતુ પારકાને પામવા સગા પતીને પરલોક પોહોચાડનારી આરોપી પત્ની રેખાબેન અને તેનો પ્રેમી ભરતભાઇ ભોપાભાઇ રંગપરાને કાયદો શુ સજા આપે છે તે જોવુ રહ્યુ પરંતુ પત્નીના પ્રેમીના પામવાની લાહયમાં એક નિર્દોષ પતીએ હાલ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.