Not Set/ બોલિવૂડમાં પ્રવેશ કરનારી તારા સુતારિયા બનશે સિંગર, આ મૂવિમાં આપશે અવાજ

બોલિવૂડમાં હાલમાં જાણે કે નવોદિત કલાકારોનો રાફડો ફાટ્યો છે. જેમાં જ્હાનવી કપૂર, મિથિલા પારકર, આયુષ શર્મા, સારા અલી ખાન જેવા કલાકારો સામેલ છે. આ વર્ષે પણ અનેક નવોદિત કલાકારો બોલિવૂડમાં પદાર્પણ કરવા જઇ રહ્યા છે. જેમાં એક નામ છે તારા સુતારીયા. તારા સુતારિયા આ વર્ષે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર – ટૂથી બોલિવૂડમાં પદાર્પણ કરી […]

Uncategorized

બોલિવૂડમાં હાલમાં જાણે કે નવોદિત કલાકારોનો રાફડો ફાટ્યો છે. જેમાં જ્હાનવી કપૂર, મિથિલા પારકર, આયુષ શર્મા, સારા અલી ખાન જેવા કલાકારો સામેલ છે. આ વર્ષે પણ અનેક નવોદિત કલાકારો બોલિવૂડમાં પદાર્પણ કરવા જઇ રહ્યા છે. જેમાં એક નામ છે તારા સુતારીયા.

તારા સુતારિયા આ વર્ષે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર – ટૂથી બોલિવૂડમાં પદાર્પણ કરી રહી છે. બોલિવૂડમાં પ્રવેશની સાથોસાથ જ તેનું ભાગ્ય ચમક્યું છે અને તેને આરએક્સ-100 નામની ફિલ્મમાં ગીત ગાવાની ઓફર મળી છે.

Student of the year 2 actors

જણાવી દઇએ કે ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારાની સ્ટુડન્ટ ઓફ ધ યર-૨નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ પુનિત મલ્હોત્રાએ નિર્દેશીત કરી છે. તારા હવે પછી આરએકસ-૧૦૦ની રિમેકમાં કામ કરી રહી છે. જેમાં તે અભિનય કરવા ઉપરાંત ગીત પણ ગાશે. તેની પહેલી ફિલ્મના ટ્રેલરના લોન્ચ વખતે લગ જા ગલે ગીત ગાઇને તારાએ સોને ચોંકાવી દીધા હતાં.

Tara Sutaria

નિર્માતાઓએ આ ગીત સાંભળીને જ નવી ફિલ્મમાં તેના અવાજમાં ગીત રેકોર્ડ કરવાનું નક્કી કર્યુ છે. નવી ફિલ્મમાં તારા સુનિલ શેટ્ટીના પુત્ર અહાન સાથે કામ કરશે. તારાએ રિતીક-ઐશ્વર્યાની ગુજારીશમાં પણ ગીત ગાયું હતું.