એડમિરલ કરમબીર સિંહે 24માં નેવલ ચીફનો પદ્દભાર સંભાવ્યો. એડમિરલ કરમબીર સિંહ લાંબી કાનુની લડાઇનાં અંતે એડમિરલ સુનિલ લાંબાનાં અનુગામી તરીકે નૌસેનાનાં વડા બન્યા છે. એડમિરલ સુનિલ લાંબાનો કાર્યકાળ 31’મે એટલે કે આજે પૂરું થઈ રહ્યો છે ત્યારે લશ્કરી ટ્રાયબ્યુનલે તેમને કાલે જ નૌસેનાનાં વડા તરીકેનો ચાર્જ લેવાની મંજૂરી આપે હતી. આપને જણાવી દઇએ કે એડમિરલ કરમબીર સિંહની નૌસેનાનાં વડા તરીકેની નિમણુૃંક ને સેનાનાં વિશેષ ટ્રાયબ્યુનલમાં પડકારવામા આવી હતી. તો ટ્રાયબ્યુનલે બે દિવસ પૂર્વે જ આવતા સાત અઠવાડિયા માટે તેમની નિમણુકને પડકારતી અરજીની સુનાવણીને સ્થગિત કરી દીધી હતી.

નૌસેનાનાં વડા તરીકેની નિમણુૃંક પામેલા એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે “મારા પૂર્વગામીઓને તે સુનિશ્ચિત કર્યું છે કે નૌકાદળનાં પાયા ઉત્તરો ઉતર મજબૂત બને અને નવી ઊંચાઇએ પહોંચે. હવે તેમના પ્રયાસોને ચાલુ રાખવાની જવાબદારી મારી રહેશે અને ભારતીય નૌકાદળ મજબૂત વિશ્વસનીયતા સાથે દેશની દરિયાઇ સીમાઓની સલામતીનાં પડકારને પહોંચી વળવા તૈયાર છે.”
આપને જણાવી દઇએ કે એડમિરલ કરમબીર સિંહની નૌસેનાનાં વડા તરીકે નિમણુંકને આંદામાન અને નિકોબાર કમાન્ડ ઇન ચિફ વાઇસ એડમિરલ બિમલ વર્મા દ્રારા આર્મ્ડ ફોર્સિસ ટ્રીબ્યુનલમાં પોતાની સીન્યોરીટીની અવગણનાં કરી નિમણુક આપવામાં આવી હોવા બાબતે પડકારવામાં આવી છે.
