Code of Conduct/ આદર્શ આચાર સંહિતાનો અમલ ક્યારે થશે.!!

લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તારિખ ૧૬ મી માર્ચ થી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ હતી. આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે બાબતે ચુંટણી પંચ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી હોય છે.

Gujarat

પાટણઃ લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તારિખ ૧૬ મી માર્ચ થી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ હતી. આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે બાબતે ચુંટણી પંચ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી હોય છે.અને હાલ ચાલી રહેલ લોકસભાની ચૂંટણીને પગલે આચારસંહિત લાગુ કરવામાં આવી છે. ત્યારે પાટણના હારિજ ખાતે હારીજ પાટણ ફોરલાઈન હાઇવે પર જાહેર માર્ગ પર કમળના સિમ્બોલ વાળા પોસ્ટરો જોવા મળ્યા હતા.હારીજ પાટણ હાઇવે પર “ફરી એકવાર ભાજપ સરકાર” લખેલા પોસ્ટરો જોવા મળ્યા હતા.

હારિજ પાટણ ફોર લાઈન ઉપર મુખ્ય હાઇવે પર એક દિવાલના – ભાગે કમળના નિશાન નીચે ફરી એકવાર ભાજપ સરકાર વાળું રાજકીય ચિતરામણ હટાવવાનું કામ તંત્ર દ્વારા દૂર – કરાયું નથી. તાલુકા સેવા સદન  ખાતે ફરજ બજવતા નાયબ ચૂંટણી અધિકારીની નજરમાં કેમ આવ્યું નથી. આચાર સંહિતા લાગુ થયાના આટલા દિવસ બાદ પણ હારિજ પાલિકા દ્વારા આદર્શ આચાર સહિતાનો અમલ થાય તે દિશામાં યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવે છે.ત્યારે ચોક્કસપણે હારીજ માં આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લખનૌ સુપરજાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ બંનેની પહેલી જીત માટે ટક્કર

આ પણ વાંચો:RCB vs KKR Live: કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો:ક્રિકેટર પૂજા વસ્ત્રાકરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ડીલિટ કરી, PM અને દિગ્ગજ નેતાઓ પરની પોસ્ટ વાયરલ

આ પણ વાંચો:IPL 2024: કોહલી અને સ્ટાર્ક વચ્ચે આજે જામશે જંગ