Ahmedabad News/ મોટેરામાં ડિમોલિશન બાદ સેંકડો લોકો બેઘર, 30થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં

મોટેરા વિસ્તારમાં ડિમોલિશન (Motera Demolition) બાદ અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. ઘર સાથે બાળકોના પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી પણ કાટમાળમાં દટાતા ભવિષ્ય અંગે ચિંતા વધી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Motera Demolition : ‘અમને રોટલો અને ઓટલો આપો’ , મોટેરાના અસરગ્રસ્ત પરિવારોની માંગ

Ahmedabad News: અમદાવાદના મોટેરા વિસ્તારમાં હાથ ધરાયેલા ડિમોલિશન (Motera Demolition) અભિયાન બાદ અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વહીવટી તંત્રની કાર્યવાહી બાદ વર્ષોથી વસવાટ કરતા લોકોના મકાનો તોડી પાડવામાં આવતા સેંકડો લોકો બેઘર બન્યા હોવાનું સામે આવ્યું છે.

ડિમોલિશન (Motera Demolition) દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. પોતાના ઘરને ધરાશાયી થતું જોઈ મહિલાઓ, વડીલો અને બાળકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. અસરગ્રસ્ત લોકોનું કહેવું છે કે તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.

ઘર સાથે સપનાઓ પણ કાટમાળમાં દટાયા

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તૂટી પડેલા મકાનો માત્ર રહેઠાણ નહોતા, પરંતુ વર્ષોની મહેનત અને જીવનભરની બચતનું પરિણામ હતા. હવે ઘણા પરિવારો પાસે રહેવા માટે કોઈ સ્થાયી જગ્યા નથી અને તેઓ ખુલ્લા રસ્તા પર દિવસ-રાત પસાર કરવા મજબૂર બન્યા છે.

Motera Demolition: બાળકોના શિક્ષણ પર મોટો ખતરો

ડિમોલિશન (Motera Demolition)ની સૌથી ગંભીર અસર બાળકોના શિક્ષણ પર પડી હોવાનું સામે આવ્યું છે. શાળાઓ શરૂ થવાની તૈયારી વચ્ચે અનેક વિદ્યાર્થીઓના પુસ્તકો, સ્કૂલ બેગ, યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક સામગ્રી કાટમાળમાં દટાઈ ગઈ છે.સ્થાનિક અહેવાલો મુજબ, 30થી વધુ બાળકો સીધી અસર હેઠળ આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે હવે શાળા શરૂ થશે ત્યારે અભ્યાસ કેવી રીતે ચાલુ રાખવો તે મોટો પ્રશ્ન બની ગયો છે.

‘અમને રોટલો અને ઓટલો બંને જોઈએ’

અસરગ્રસ્ત પરિવારો હાલ તંત્ર પાસે તાત્કાલિક રહેણાંક અને જરૂરી સુવિધાઓની માંગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો ડિમોલિશન જરૂરી હતું તો પહેલા પુનર્વસન અથવા વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવી જોઈએ હતી.ઘણા પરિવારો હાલમાં રસ્તા પર જ વિરોધ નોંધાવી રહ્યા છે અને પોતાની માંગણીઓ અંગે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વિરોધ વધુ ઉગ્ર બનવાની શક્યતા

સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય આવાસ અથવા તાત્કાલિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે.હવે સમગ્ર મામલે તંત્ર કયા પગલાં ભરે છે અને અસરગ્રસ્ત પરિવારોને કેવી રીતે રાહત આપે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:મોટેરા જૂના ગામમાં AMCનું ડિમોલિશન એક્શન: JCB પહોંચતા જ વિરોધ, બાળકો રડ્યા, યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચો:અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મેગા દબાણ ડિમોલિશન

આ પણ વાંચો:વિરમગામમાં હાઈવે પહોળો કરવા મેગા ડિમોલિશન, 500 પોલીસકર્મી તૈનાત