સુરત/ આત્મનિર્ભર કિન્નર : દાપુ માંગીને નહિ આવી રીતે ચલાવે છે ગુજરાન

કે જેણે કિન્નર સમાજને એક નવી રાહ ચીંધી છે. દાપૂ માંગીને નહીં પરંતુ આત્મ નિર્ભર બની કિન્નર સમાજને એક નવો રસ્તો દેખાડ્યો છે.

Top Stories Gujarat Surat
TEMPLE VIZIT 7 આત્મનિર્ભર કિન્નર : દાપુ માંગીને નહિ આવી રીતે ચલાવે છે ગુજરાન

@ધ્રુવ સોમપુરા, સુરત 

આપણા સમાજમાં કિન્નરોને અર્ધનારેશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ પાછળથી છક્કા-હિજડા કે બાયલા કહીને તેનું અપમાન પણ કરીએ છીએ. પરંતુ આજે સુરતના એક એવા કિન્નર ની વાત કરીશું, કે જેણે કિન્નર સમાજને એક નવી રાહ ચીંધી છે. દાપૂ માંગીને નહીં પરંતુ આત્મ નિર્ભર બની કિન્નર સમાજને એક નવો રસ્તો દેખાડ્યો છે.

આપ સૌ જાણો છો તેમ કિન્નરનું જીવન આસાન નથી હોતું. સમાજની વચ્ચે માનભર્યું સ્થાન પ્રાપ્ત કરવું આસન નથી હોતું. સમાજનો ધિક્કાર તેમને સહન કરવો પડે છે. પરંતુ આજે આપણે એક એવા કિન્નરની વાત કરીશું કે જેણે સમાજનો ધિક્કાર પણ સહન કર્યો અને પરિવારનો સાથ પણ છોડવો પડ્યો છે.અને ખુબજ સંઘર્ષ સાથે જીવન ગુજારી સ્વનિર્ભર બનીને સમાજમાં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કિન્નર નું નામ છે રાજવી જાન.રાજવી જાનનો સંઘર્ષ જન્મતાની સાથે જ શરુ થઇ ગયો હતો. રાજવીનો જન્મ થયો અને તેના માતા-પિતાને ખબર પડી કે તે કિન્નર છે. ત્યારે તેઓએ ઓળખ છુપાવી દીધી, શાળા અને કોલેજમાં તેને છોકરાની જ ઓળખ બતાવીને અભ્યાસ કર્યો, પણ પછી રાજવીને અંદરો અંદર જ કાંઇક ખોટું કર્યાનો અહેસાસ થયા કરતો હતો.

રાજવીએ પહેરવેશમાંથી બહાર આવી તેણે સમાજને સાચી ઓળખ બતાવાનું શરૂ કર્યું કે તરત જ તેના પિતાનો વિરોધ શરુ થઇ ગયો હતો. પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પિતાના ઘરેથી નીકળ્યા બાદ કિન્નર સમાજમાં જવાની જગ્યાએ સારી રીતે સોસાયટીમાં ઘર લઈને સ્વનિર્ભર બનાવવાનું નક્કી કર્યું હતું. અને આજે તેણે તેવું કરી પણ બતાવ્યું છે.સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે.પરિવાર થી દૂર રહી પોતાનું ગુજરાન ચલાવી સ્વમાન સાથે રહે છે.

રાજવીએ 32 વર્ષ સુધી પિતાના કહેવાથી પોતાની ઓળખ છુપાવી તો રાખી પરંતુ જ્યારે પોતાની સાચી ઓળખ બતાવાનું નક્કી કર્યું એટલે ઘર છોડવું પડ્યું ને ઘર છોડ્યા પછી પણ અનેક મુસીબતનો સામનો કરવો પડ્યો નવું ભાડે થી ઘર લેવા ગઈ તો કિન્નર છો એટલે માતાજી કહી ઘર પણ ભાડે આપ્યું ન હતું.ત્યાર બાદ ટિક ટોક પર પોતાની વેદના ઠાલવી અને પછી રહેવા માટે છત મળી.

રાજવી પોતાના જીવનમાં પોતાની માતાને સૌથી મોટો આદર્શ માને છે.તેની પાછળ પણ એક કારણ જવાબદાર છે.રાજવી ના જન્મથી જ તેના માતા-પિતાને તે કિન્નર હોવાનું ખબર પડ્યું હતું માતા માટે તેનું બાળક ગમે તેવું હોય પણ તે હંમેશા વ્હાલું હોય છે પરંતુ રાજવીના પિતાને  તે કિન્નર હોવાની ખબર પડતાં જ રાજવીને નફરત કરવા લાગ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે માં તે માં.. છેલ્લે સુધી તેણીની માતાએ તેનો સાથ આપ્યો હતો.જોકે રાજવીએ પોતાની સાચી ઓળખ અને સાચો પહેરવેશ ધારણ કરતા પિતાને તેને ઘર કાઢી મૂકી હતી.ત્યાર બાદ રાજવીએ આત્મનિર્ભર બની અડાજણના  હની પાર્ક સર્કલ પોતાનો નમકીનનો વ્યવસાય શરૂ કર્યો પરંતુ આ વ્યવસાયનું નામ શું આપવું તે અંગે તેને એક જ નામ સામે આવતું હતું જે તેની માતાનું હતું.અને આખરે માતાના નામે જ રાજવીએ જાગૃતિ નામથી નમકીનની દુકાનની શરૂઆત કરી.અને આજે તે પોતાના માતાના નામથી ચાલતી દુકાનમાંથી કમાયેલા રૂપિયાથી તેનું પોતાનું ગુજરાન ચલાવી રહી છે.

રાજવી બાળપણથી જ પોતાની ઓળખ છુપાવીને સ્કુલ અને કોલેજમાં અભ્યાસ કર્યો છે. રાજવીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. પરંતુ જયારે તેના હક્કની વાત આવી ત્યારે સમાજ અને તેના પિતાએ પણ તેનો સાથ છોડી દીધો છે.છતાં રાજવીએ જીવનથી હાર માની ન હતી.ત્યારે દ્રઢ મનોબળ સાથે જીવન ગુજારતી રાજવીએ જણાવ્યું હતું કે દુકાનમાં હજુ પણ લોકો ખરીદી કરતા ખચકાઈ રહ્યા  છે.અમારી સામું ને સામું જોઈ રહયા છે.અને કેટલા સંજોગોમાં એવું પણ જાણવા મળ્યું કે ત્યાં ખરીદી કરવામાં ભૂલ થઈ તો ક્યાંક શ્રાપ આપી દેશે.કારણ કે આજે પણ લોકોમાં કિન્નરોના શ્રાપનો છૂપો ભય રહેલો છે. ત્યારે કેટલાક તેવા પણ ગ્રાહકો છે જે સમાજની આવી માન્યતાને નથી માનતા જીવનમાં આગળ વધતા આવા સમાજના એક ભાગને સપોર્ટ કરી રહયા છે.

જોકે સમાજના આવા વર્તન , વ્યવહાર અને માનસિકતા સામે રાજવી લડી રહી છે. છતાં તેને વિશ્વાસ છે કે લોકોની માનસિકતા એક દિવસ જરૂર બદલાશે અને એક દિવસ મારી દુકાન આર્થિક રીતે સારી રીતે ચાલશે. લોકો અહીંથી ખરીદી કરશે. અને મારા નામનો સુરજ પણ ઉગશે.

Strange / કોરોનાની રસી મનુષ્યને મગરમચ્છ બનાવશે તો મહિલાઓને આવશે દાઢી, …

ધિંગા ગવર / એક એવો તહેવાર જ્યાં છોકરીઓ કુંવારા છોકરાઓને મારે છે દંડો, જે…

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…