Not Set/ ગુજરાતમાં કોરોનાની સાથે આવ્યું વધુ એક સંકટ, આ તારીખે રાજ્યમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા

ગુજરાતમાં વાવાઝોડા નો ખતરો તોળાઈ રહ્યો છે અને આગામી તા.19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું અસર કરે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.

Top Stories Gujarat Others
A 135 ગુજરાતમાં કોરોનાની સાથે આવ્યું વધુ એક સંકટ, આ તારીખે રાજ્યમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા

ગુજરાતમાં વાવાઝોડા નો ખતરો તોળાઈ રહ્યો છે અને આગામી તા.19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું અસર કરે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.

19 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વેરાવળ, પોરબંદર, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબી, કુડામાં વાવાઝોડાંની અસર જોવા મળશે. જ્યારે કચ્છના માંડવી, ગાંધીધામ, નલિયા, ભાડલી, રાપર, ખાવડા, લખપતમાં વધુ એસર જોવા મળશે.

sago str 10 ગુજરાતમાં કોરોનાની સાથે આવ્યું વધુ એક સંકટ, આ તારીખે રાજ્યમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 19-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું તૌકતે ભયંકર તોફાની બનીને તેના પીક પર પહોંચશે અને અમદાવાદ સુધી 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો :સુરતમાં કોરોનાની વિકટ સ્થિતિ, 95 %લોકો પોતાના પરિવારજનોની નથી લઈ રહ્યા અસ્થિ, અંતે નાળામાં…

વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને તૌકતે નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડું કંઈ દિશામાં આગળ વધશે તેને લઈને એક અનુમાન પ્રમાણે તે ઓમાનનો દરિયો ઓળંગી શકે છે તો એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ ધપી શકે છે. જે મુજબ ગુજરાતના દરિયાકાંઠાના હિસ્સાને અસર થઇ શકે છે.

લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :રસોડામાં સેનિટાઈઝર રાખવું પડ્યું ભારે, ગેસ પર પડતા મહિલા સળગતા થયું મોત

આ પણ વાંચો :વડોદરા સમરસ હોસ્પિટલમાં ઓક્સિજન લીક થતા થઇ બુમાબુમ, દર્દીઓને બીજા રૂમમાં કરાયા શિફ્ટ

kalmukho str 9 ગુજરાતમાં કોરોનાની સાથે આવ્યું વધુ એક સંકટ, આ તારીખે રાજ્યમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા