Not Set/ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા સ્વામી અગ્નિવેશ સાથે ધક્કા-મુક્કી

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા પહોંચેલા સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે ભીડે ધક્કા-મુક્કી કરી હતી. વિરોધના ચાલતા અગ્નિવેશ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી શક્યા નહતા. અને એમને પાછા ફરવું પડ્યું હતું. સ્વામી અગ્નિવેશે જણાવ્યું કે મારી કેન્દ્રીયમંત્રી હર્ષવર્ધન સિંહ સાથે વાત થઇ હતી. મેં એમને જણાવ્યું કે હું કૃષ્ણ મેનન માર્ગ પર નહિ પહોંચી […]

Top Stories India
Swami agnivesh વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા સ્વામી અગ્નિવેશ સાથે ધક્કા-મુક્કી

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા પહોંચેલા સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે ભીડે ધક્કા-મુક્કી કરી હતી. વિરોધના ચાલતા અગ્નિવેશ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી શક્યા નહતા. અને એમને પાછા ફરવું પડ્યું હતું.

સ્વામી અગ્નિવેશે જણાવ્યું કે મારી કેન્દ્રીયમંત્રી હર્ષવર્ધન સિંહ સાથે વાત થઇ હતી. મેં એમને જણાવ્યું કે હું કૃષ્ણ મેનન માર્ગ પર નહિ પહોંચી શકું. તો એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવી જાઓ. હું શ્રદ્ધાંજલિ આપવા માટે મારા બે સહયોગીઓ સાથે ભાજપ મુખ્યાલય જઈ રહ્યો હતો. પરંતુ મારી ગાડીને આઈટીઓ પર રોકી દેવામાં આવી.

swami agnivesh assaulted in pakur bc68c746 a1f5 11e8 8fb2 666c968f5d36 e1534503939622 વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા સ્વામી અગ્નિવેશ સાથે ધક્કા-મુક્કી

સ્વામી અગ્નિવેશે જણાવ્યું કે મેં બીજીવાર હર્ષવર્ધન સિંહને ફોન કર્યો. એ સમયે લોકોએ મારી સાથે મારપીટ શરુ કરી દીધી હતી. મારી પાઘડી ઉતારીને ફેંકી દેવામાં આવી. આ પાકુડ જેવી જ ઘટના હતી. જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ મારી ઉપર હુમલો કર્યો હતો. એમણે કહ્યું કે ભાજપના નેતાઓએ આ મામલાને ગંભીરતાથી લેવો જોઈએ. પોલીસ આ ઘટનાની સાક્ષી છે. અમે કેસ દર્જ કરાવીશું.

મહત્વનું છે કે 17 જુલાઈ 2018એ ઝારખંડના પાકુડ માં ભીડે હુમલો કર્યો હતો. એમના કપડાં ફાડી દેવામાં આવ્યા હતા. અગ્નિવેશે આરોપ લગાવ્યો હતો કે એમના પર હુમલો કરવાવાળા લોકો ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ હતા. જોકે, ઝારખંડ ભાજપે આ મામલામાં પાર્ટીના કાર્યકર્તાઓનો હાથ હોવાનો ઇન્કાર કર્યો હતો.

જણાવી દઈએ કે ગુરુવારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. શુક્રવારે એમને અંતિમ વિદાય આપવામાં આવશે. એમની અંતિમ વિદાયમાં દુનિયાભરના નેતાઓ હાજર રહેશે.