Not Set/ “અનંત અટલ” : પૂર્વ વડાપ્રધાનના આ નિર્ણયો કે ત્યારબાદ દુનિયા પણ થઇ હતી પરેશાન

નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરુવાર સાંજે નિધન થયા બાદ તેઓનો પાર્થિવદેહ પંચતત્વમાં વિલીન થયો છે. એક પ્રખર રાજનેતા તરીકે પોતાની પાંચ દાયકાની રાજનીતિમાં જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ જયારે તેઓ દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે તેઓ દ્વારા લેવામાં આવેલા મુશ્કેલીભર્યા નિર્ણયોના કારણે હંમેશા યાદ કરવામાં આવશે. બીજી બાજુ તેઓના આ નિર્ણયો લઈને […]

India Trending
Dkr0 3UU8AAisbS "અનંત અટલ" : પૂર્વ વડાપ્રધાનના આ નિર્ણયો કે ત્યારબાદ દુનિયા પણ થઇ હતી પરેશાન

નવી દિલ્હી,

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરુવાર સાંજે નિધન થયા બાદ તેઓનો પાર્થિવદેહ પંચતત્વમાં વિલીન થયો છે. એક પ્રખર રાજનેતા તરીકે પોતાની પાંચ દાયકાની રાજનીતિમાં જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ જયારે તેઓ દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે તેઓ દ્વારા લેવામાં આવેલા મુશ્કેલીભર્યા નિર્ણયોના કારણે હંમેશા યાદ કરવામાં આવશે.

બીજી બાજુ તેઓના આ નિર્ણયો લઈને અનેક સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે તેમજ વિપક્ષી પાર્ટી પણ આ નિર્ણયો અંગે ભાજપને ઘેરવાની કોશિશ કરતા હોય છે.

પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોમાં પોખરણ પરીક્ષણ, ૧૯૯૯ કારગિલ યુદ્ધ, કંધારમાં આતંકીઓને છોડાવવા સહિતના અનેક નિર્ણયો ખાસ ગણવામાં આવે છે.

૧. પોખરણ પરમાણું પરીક્ષણ :

અટલ બિહારી વાજપેયીના પોતાના ઐતિહાસિક નિર્ણયોમાં પોખરણના પરમાણુ પરીક્ષણનો પણ સમાવેશ થાય છે. વર્ષ ૧૯૯૮માં વાજપેયીએ પોખરણમાં ૨ દિવસના સમયમાં ૫ પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી.

આ પરમાણુ પરીક્ષણ બાદ દુનિયાભરમાં તમામ દેશો ભારત વિરુધ ઉભા થઇ ગયા હતા. અમેરિકા સહિત અનેક દેશોએ આર્થિક પાબંધી લગાવી હતી. સાથે સાથે વિપક્ષી પાર્ટીઓ પણ સરકારને ઘેરવામાં લાગી હતી.

૨. કંધારમાં આતંકીઓને છોડવા

અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં આતંકીઓએ ૨૪ ડિસેમ્બર, ૧૯૯૯ના રોજ ઇન્ડિયન એયરલાઈન્સની ફ્લાઈટ IC-814ને હાઈજેક કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં ૧૭૬ યાત્રી અને ૧૫ ક્રું મેમ્બર સવાર હતા.

આતંકીઓએ શરૂઆતમાં ભારતીય જેલોમાં બંધ ૩૫ ઉગ્રવાદીઓને છોડવા તેમજ ૨૦૦ મિલિયન અમેરીકી ડોલરની માંગ કરી હતી. જો કે ત્યારબાદ ત્રણ આતંકીઓ મસૂદ અઝહર, અહમદ જરગર અને શેખ અહેમદ ઉમર સઈદને છોડીને પ્લેન મુક્ત કરાયું હતું. જો કે તેઓના આ નિર્ણય બાદ ભાજપ પર અઆજ દિન સુધી સવાલો ઉભા થઇ રહ્યા છે.

 ૩. કારગિલમાં પાકિસ્તાનની ઘુસપેઠ :

જયારે વર્ષ ૧૯૯૯માં પાડોશી દુશમન દશ પાકિસ્તાનની સેના અને આતંકીઓ બોર્ડર પાર કરીને કારગિલમાં ઘુસ્યા હતા. ત્યારબાદ અટલજીએ તત્કાલીન પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફ સાથે તેઓએ ફોન પર વાત કરી હતી, પરંતુ વાત ન બન્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરુ થઇ ગયું હતું.

જો કે ત્યારબાદ ભારતીય સેનાએ કારગિલમાં કાર્યવાહી કરી હતી અને તમામ ઘુસપેઠીઓને માર્યા હતા અને પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી.

૪. દિલ્હી-લાહોર બસ સેવા

અટલ બિહારી વાજપેયીએ ભારત અને પાકિસ્તાનના સંબંધો પાટા પર લાવવા માટે રાજધાની દિલ્હી અને લાહોર વચ્ચે ૧૯૯૯માં બસ સેવા શરુ કરી હતી. વાજપેયીના આ પગલાને લઇ ભારતમાં અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા હતા.

જો કે ત્યારબાદ ૨૦૦૧માં સંસદમાં થયેલા હુમલા બાદ આ બસ સેવા બંધ કરવામાં આવી હતી, પરંતુ ૨૦૦૩માં દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો લાવવા માટે બીજીવાર શરુ આં સેવા શરુ કરવામાં આવી હતી.