Not Set/ યુપીમાં રાહુલ ગાંધીને શક્તિ નથી આપી રહ્યા કોંગ્રેસી કાર્યકર્તાઓ

રાજકીય પાતાળમાં પહોંચી ગયેલી કોંગ્રેસને ફરી ઉભી કરવા માટે રાહુલ ગાંધીની કવાયતોને પૂરતો સાથ નથી મળી રહ્યો. યુપીમાં અસ્તિત્વનો જંગ લડી રહી કોંગ્રેસ માટે 2019 પહેલા શરુ કરવામાં આવેલા શક્તિ અભિયાનમાં કોંગ્રેસીઓ પોતે અને બીજાને જોડવામાં પૂરતી મહેનત નથી કરી રહ્યા. મતલબ કોંગ્રેસીઓ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીને શક્તિ નથી આપી રહ્યા. પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર રાહુલના મિશનમાં […]

Top Stories India
assembly election rahul gandhi news hindi india 35556 યુપીમાં રાહુલ ગાંધીને શક્તિ નથી આપી રહ્યા કોંગ્રેસી કાર્યકર્તાઓ

રાજકીય પાતાળમાં પહોંચી ગયેલી કોંગ્રેસને ફરી ઉભી કરવા માટે રાહુલ ગાંધીની કવાયતોને પૂરતો સાથ નથી મળી રહ્યો. યુપીમાં અસ્તિત્વનો જંગ લડી રહી કોંગ્રેસ માટે 2019 પહેલા શરુ કરવામાં આવેલા શક્તિ અભિયાનમાં કોંગ્રેસીઓ પોતે અને બીજાને જોડવામાં પૂરતી મહેનત નથી કરી રહ્યા. મતલબ કોંગ્રેસીઓ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીને શક્તિ નથી આપી રહ્યા. પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર રાહુલના મિશનમાં પાછળ રહેવાથી નારાજ છે. એમણે સૂબાઓ અને બધા જિલ્લા અને શહેરોના અઘ્યક્ષોને નારાજગી ભર્યો પત્ર લખીને મિશન રાહુલમાં રસ ના લેવા પર આડેહાથ લીધા હતા. આ પગલાંને ચિંતાજનક દર્શાવતા બધા જોડેથી હાલ સુધીમાં શું કર્યું અને આગળ શું કરવાની યોજના છે, આનો પૂરો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

670405 raj babbar pti e1534508323937 યુપીમાં રાહુલ ગાંધીને શક્તિ નથી આપી રહ્યા કોંગ્રેસી કાર્યકર્તાઓ

એક તરફ  ભાજપ, બીએસપી, એસપી અને આરએલડી ચૂંટણી તૈયારીઓમાં લાગેલા છે. બૂથ સ્તર સુધી સંગઠન મજબૂત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ચૂંટણી તૈયારીઓ માટે શરુ કરવામાં આવેલા પ્રોગ્રામ માં રાહુલ ગાંધીના નિર્દેશ પર પણ પુરી રીતે અમલ નથી કરી રહ્યા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા અને એમને આપસમાં જોડવા માટે શક્તિ નામનો એક પ્રોગ્રામ શરુ કર્યો છે. આ પ્રોગ્રામ સાથે જોડાવવા માટે કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ પોતાના મોબાઈલ મેસેજ બોક્સમાં પોતાનું વોટર આઈડી નંબર ટાઈપ કરીને રાહુલ ગાંધી તરફથી જાહેર કરવામાં આવેલા એક નંબર પર મોકલવાનો છે. આવું કરતા જ પદાધિકારીઓ અથવા કાર્યકર્તાઓ સીધી રીતે શક્તિ પ્રોગ્રામ સાથે જોડાઈ જશે, ત્યારબાદ રાહુલ ગાંધી આ વર્કરો સાથે મોબાઈલથી વાત કરી શકે છે, અને વર્કરોની ટિમ બનાવીને દિલ્હી અથવા લખનઉ માં મળીને રાજકીય હાલત પર ચર્ચા કરી શકે છે.