Jammu Kashmir/ કુલગામમાં સેનાનું મોટું ઓપરેશન, 2 આતંકીઓએ કર્યું આત્મસમર્પણ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ, આ અથડામણ હડીગામ વિસ્તારમાં થઈ હતી જ્યાં સેના સહિત પોલીસ જવાનો સ્થળ પર હાજર હતા.

Top Stories India
Kulgam

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ, આ અથડામણ હડીગામ વિસ્તારમાં થઈ હતી જ્યાં સેના સહિત પોલીસ જવાનો સ્થળ પર હાજર હતા. નવીનતમ માહિતી અનુસાર, સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. 2 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસની અપીલ પર બંને આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું, જેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો. વાસ્તવમાં સેના અને પોલીસે વિશેષ ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસને હડીગામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પછી સેના સહિત પોલીસે વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો હતો. આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

જૂન સુધી 130 આતંકવાદીઓ માર્યા ગયા

જણાવી દઈએ કે, ટાર્ગેટ કિલિંગના વધતા જતા મામલા વચ્ચે સેના આતંકીઓ વિરુદ્ધ સતત ઓપરેશનને તેજ કરી રહી છે. પોલીસ અને સેના દ્વારા મોટી સંખ્યામાં આતંકીઓના કમાન્ડરો અને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ અનુસાર, વર્ષ 2022માં જૂન મહિના સુધી 130 આતંકવાદીઓ માર્યા ગયા છે.  20 નાગરિકો અને 19 સુરક્ષા દળોના જવાનો માર્યા ગયા છે.

આ પણ વાંચો:પિતા-પુત્રીની જોડીએ રચ્યો ઇતિહાસ, પહેલીવાર એરફોર્સમાં સાથે ઉડાન ભરી