ચેતવણી/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોણે આપી ધમકી જાણો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાની મુલાકાત લેશે જ્યાં તેઓ 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં ક્વોડ ગ્રુપ લીડર્સ સમિટમાં ભાગ લેશે

Top Stories
pm વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોણે આપી ધમકી જાણો..

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કવાડ સમિટમાં ભાગ લેવા જવાને છે ત્યારે ખાલિસ્તાની આતંકવાદી સમૂહ સિખ ફોર જસ્ટિસએ વડાપ્રધાન મોદીને ચેતવણી આપી છે. પીએમ મોદીની સંભવિત અમેરિકા યાત્રા પહેલા ચેતવણી આપી  છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્વાડ લીડર્સ સમિટ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ના કાર્યક્રમમાં જ્યારે વડાપ્રધાન હાજરી આપવા પહોંચશે તો ખાલિસ્તાની આતંકવાદી સમૂહ વ્હાઇટ હાઉસ બહાર વિરોધ પ્રદર્શન કરતા દેખાઇ શકે છે.

આતંકવાદી જૂથ ખેડૂતો પ્રત્યે ભારતના વલણથી નારાજ છે. આ જ કારણ છે કે તેઓ વડાપ્રધાનની આ યાત્રાનો વિરોધ કરવાનો પ્લાન તૈયાર કરી રહ્યા છે. SFJ ના જનરલ કાઉન્સલ ગુરપતવંતસિંહ પન્નૂએ જણાવ્યું કે અમે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડીશું. તેમને અમેરિકા યાત્રા દરમિયાન આરામથી નહીં રહેવા દઇએ. રિપોર્ટ મુજબ એસએફજે મોટી સંસ્થા નથી. તેનો કોઈ આધાર નથી. આ સંસ્થાના ઘણા વોટ્સએપ ગ્રુપ છે જે માત્ર પ્રોપગેંડા ફેલાવવાનું કામ કરે છે. આ ગ્રુપમાં મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ છે અને મોટાભાગના ISI એજન્ટ છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાની મુલાકાત લેશે જ્યાં તેઓ 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં ક્વોડ ગ્રુપ લીડર્સ સમિટમાં ભાગ લેશે. ક્વોડ નેતાઓની હાજરીમાં યોજાનારી આ બેઠકમાં અફઘાનિસ્તાન સંકટ, મુક્ત અને સમાવિષ્ટ ઇન્ડો-પેસિફિક સહિત વિશ્વના સમકાલીન પડકારો પર ચર્ચા થવાની શક્યતા છે.

આ યાત્રાના સંબંધમાં વિદેશ મંત્રાલયનું એક નિવેદન બહાર આવ્યું છે, જેમા જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 76મા સત્રના એક ઉચ્ચ સ્તરીય ખંડને સંબોધિત કરવાના છે. વોશિંગ્ટનમાં મોદીની રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની અલગ દ્વિપક્ષીય વાર્તા થવાની અપેક્ષા છે.