diwali/ રાજસ્થાન-ઓડિશામાં દિવાળીમાં નહીં ફૂંટે ફટાકડા, ગુજરાતમાં આ જીલ્લા કલેક્ટરે પણ ફરમાવી છે મનાય

રાજસ્થાનમાં ફટાકડા ફોડવાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવાળીમાં ફટાકડા ફોડવા-વેચવા પર રોક લગાવાઇ છે. આ નિર્ણય જો કે, કોરોનાના સંક્રમણને લઈ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ફટાકડાના ધૂમાડાનાં કારણે કોરોનાનું સંક્રમણ વધે અને કોરોનાના દર્દીઓને જોખમ વધુ હોવાથી રાજ્યભરમાં આગાની 31 ડિસેમ્બરથી સુધી ફટાકડાનું વેચાણ ન કરવાનો આદેશ અમલી રહેશે.   ફટાકડા બાબતે આવો જ […]

Top Stories India
Fireworks રાજસ્થાન-ઓડિશામાં દિવાળીમાં નહીં ફૂંટે ફટાકડા, ગુજરાતમાં આ જીલ્લા કલેક્ટરે પણ ફરમાવી છે મનાય

રાજસ્થાનમાં ફટાકડા ફોડવાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવાળીમાં ફટાકડા ફોડવા-વેચવા પર રોક લગાવાઇ છે. આ નિર્ણય જો કે, કોરોનાના સંક્રમણને લઈ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ફટાકડાના ધૂમાડાનાં કારણે કોરોનાનું સંક્રમણ વધે અને કોરોનાના દર્દીઓને જોખમ વધુ હોવાથી રાજ્યભરમાં આગાની 31 ડિસેમ્બરથી સુધી ફટાકડાનું વેચાણ ન કરવાનો આદેશ અમલી રહેશે.  

ફટાકડા બાબતે આવો જ નિર્ણય ઓડિશા સરકાર દ્રારા પણ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, ઓડિશામાં 10મી નવેમ્બરથી 30મી નવેમ્બર સુધી ફટાકડાના વેચાણ પર ત્યાંની સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. કારણ અહીં પણ સરખુ જ છે અને તે છે કોરોનાનું સંક્રમણ વધવાનો ભય. ઓડિશા સરકાર દ્વારા કોરોનાને લીધે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, એક તરફ ઠંડી વધતા કોરોનાનું સંક્રમણ વધવાનો ભય જોવામાં આવી રહ્યો છે અને બીજી તરફ દિવાળી અને તહેવારોની સિઝનમાં ફટાકડા ફોડવાનાં કારણે પ્રદુષ્ણ અને ધુમાળામાં પણ કોરોનાનું સંક્રમણ વધે તેવી ભીતી છે. ગુજરાતમાં હાલ તો ગુજરાત સરકાર દ્વારા ફટાકડા બાબતે કોઇ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ રાજકોટ કલેક્ટર દ્વારા રાજકોટમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો હોવાની વિગતો વિદિત છે.