Ahmedabad/ અમદાવાદના આ વિસ્તારમાંથી દૂર કરાયો કચરાનો ઢગલો, કરોડો રૂ.ના ખર્ચે કરાઈ કાયાપલટ

અમદાવાદ વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે, જો કે બીજી બાજુ અમદાવાદમાં દિનપ્રતિદિન નીકળતા કચરો તંત્ર માટે માથાનો દુઃખાવો બની ગયો છે,

Ahmedabad Gujarat
અમદાવાદ

રાજ્યના સૌથી મોટું મહાનગર એવું અમદાવાદ વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે, જો કે બીજી બાજુ અમદાવાદમાં દિનપ્રતિદિન નીકળતા કચરો તંત્ર માટે માથાનો દુઃખાવો બની ગયો છે, ત્યારે આ વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા બોપલ વિસ્તારમાં આવેલા કચરાના ઢગલાની કાયાપલટ કરવામાં આવી છે.

આ પણ વાંચો :મહેસુલ મંત્રીની માનવતા મહેકી ઉઠીઃ કર્મચારીનું તૂંટતુ ઘર બચાવી લીધુ

હકીકતમાં બોપલ વિસ્તારના જીઈબી રોડ પર જ્યાં કચરાનો ઢગલો હતો, જ્યાં અંદાજે 3 લાખ તન જેટલો કચરાનો ઢગલો હતો જે રસ્તે રખડતા કૂતરા, ઢોર અને ઉંદરો રહેવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલો કચરો ખાતા હતા. પરંતુ હવે ત્યાં ઇકો પાર્ક બનાવાયું છે.

a 368 અમદાવાદના આ વિસ્તારમાંથી દૂર કરાયો કચરાનો ઢગલો, કરોડો રૂ.ના ખર્ચે કરાઈ કાયાપલટ

આ ઈકોલોજિકલ પાર્ક 3.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટમાં ભેજને જાળવી રાખવા માટે અને છોડના મૂળને બાંધવા માટે માટીનો નવો ટોચનો સ્તર પાથરવાનો સમાવેશ થતો હતો.

બીજી બાજુ આ પ્રઈકોલોજિકલ પાર્કમાં વૃક્ષારોપણ પર એક કરોડ રૂપિયાનો ખર્ચ તેમજ પાર્કમાં પ્રવાસી પક્ષીઓને આકર્ષિત કરવા માટે એક નાનકડું તળાવ પણ છે.

a 369 અમદાવાદના આ વિસ્તારમાંથી દૂર કરાયો કચરાનો ઢગલો, કરોડો રૂ.ના ખર્ચે કરાઈ કાયાપલટ

પાર્કમાં પ્રવાસી પક્ષીઓને આકર્ષિત કરવા માટે એક નાનકડું તળાવ પણ છે’, તેમ એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. એએમસીએ બાયો-માઈનિંગ મશીન લગાવ્યું હતું દે સ્થળ પર આઠ કલાકની શિફ્ટમાં 1 હજાર ટન કચરાની પ્રક્રિયા કરી શકતું હતું. અધિકારીઓએ દાવો કર્યો હતો કે, કમ્પાઉન્ડની દિવાલનું નિર્માણ કામ અને ડ્રેનેજ તેમજ વરસાદી પાણીની પાઈપ લાઈન નાખવા જેવા કામોમાં સૌથી વધારે સમય લાગ્યો હતો.

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા

આપને  જણાવી દઈએ કે, વર્ષ 2016માં બોપલ નગરપાલિકાએ ખાતરી આપી હતી કે, તેઓ કચરાના ઢગલાને સાફ કરવાની જોગવાઈ કરશે, પરંતુ તેમાથી ઘણુ કામ પૂર્ણ થયું નહોતું. પરંતુ વર્ષ 2020ની શરૂઆતમાં, અમદાવાદ મહાનગરપાલિકાએ બોપલ-ઘુમા નગરપાલિકાને હસ્તગત લીધા બાદ તરત જ આ 22 હજાર સ્ક્વેર મીટર જગ્યાને ઈકોલોજિકલ પાર્કમાં રૂપાંતરિત કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :રોડને તૂટતા બચાવવા ડામર પર સિમેન્ટ-કેમિકલ્સનું લેયર પથરાશે

આ પણ વાંચો : રાજપર ગામના તળાવમાં હજારો માછલાના મોત; દુર્ગંધના કારણે રોગચાળો ફેલાયો

આ પણ વાંચો :  ગુજરાતનું ગૌરવ વધારનાર પેરાલિમ્પિક્સ સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલને રૂ.૩ કરોડનો ચેક હર્ષ સંઘવીએ આપ્યો