north korea/ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની પુત્રી ફરીવાર ચર્ચામાં, જાણો શું છે કારણ

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કિમ જોંગે પોતાના વારસાની પરંપરાની બહાર કામ કર્યું હોય. આ પહેલા પણ કિમ જોંગ ઉને દેશમાં ખાદ્ય કટોકટી સહિત આગામી મહત્વના પડકારોને નાગરિકો…

Top Stories World
North Korea Kim Jong

North Korea Kim Jong: ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની પુત્રી ફરી એકવાર ચર્ચામાં છે. આવું બીજી વખત બન્યું છે, જ્યારે ઉત્તર કોરિયાના શાસક તેની પુત્રી સાથે દેખાયા છે. 18 નવેમ્બરે મિસાઈલ પરીક્ષણ દરમિયાન કિમ જોંગ ઉન સાથે તેમની પુત્રી પણ હાજર હતી. પોતાની પર્સનલ લાઈફને પબ્લિક લાઈફથી ઘણી વાર દૂર રાખનાર કિમ જોંગ ઉન સતત બે વખત પોતાની દીકરી સાથે જોવા મળ્યા છે, તેને લઈને પણ અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

એવી ચર્ચા છે કે કિમ જોંગ ઉનની પુત્રી આગામી ઉત્તરાધિકારી બનશે, જેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે, આ બધી માત્ર ચર્ચાઓ છે, જેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દરેક વ્યક્તિએ તેની પુત્રીને કિમ જોંગ ઉન સાથે જોઈ છે, પરંતુ હાલમાં તેના વિશે વધુ માહિતી કોઈ પાસે નથી. કોરિયા સેન્ટ્રલ એજન્સી અથવા સત્તાવાર સૂત્રોએ કોઈપણ રીતે કિમ જોંગની પુત્રીનું નામ જાહેર કર્યું નથી. નિષ્ણાતોનું માનવું છે કે કિમ જોંગ ઉનની પુત્રીનું નામ કિમ જુ-એ છે. નિવૃત્ત એનબીએ પ્લેયર ડેનિસ રોડમેને સૌ પ્રથમ આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયામાં તેમના રોકાણ દરમિયાન તેઓ ત્યાંના શાસકની નાની પુત્રીને મળ્યા હતા.

દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસે જણાવ્યું કે ફોટામાં દેખાતી છોકરી કિમ જોંગ ઉનની બીજી દીકરી છે. જેની ઉંમર આશરે 10 વર્ષની છે. ઈન્ટેલિજન્સે એ પણ જણાવ્યું છે કે કિમ જોંગ ઉનને ત્રણ બાળકો છે. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયા અનુસાર, રવિવારે કિમ જોંગ ઉન તેમની પુત્રી સાથે બેલેસ્ટિક મિસાઈલ હ્રાન્સંગ-17ની ઐતિહાસિક સફળ પ્રક્ષેપણ ટીમના વૈજ્ઞાનિકો અને અન્ય લોકો સાથેની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન કિમ જોંગ ઉન અને તેમની પુત્રીએ ગયા મહિને બેલેસ્ટિક મિસાઈલના સફળ પ્રક્ષેપણમાં સામેલ સેનાના જવાનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

Hransang-17 ઉત્તર કોરિયાની સૌથી શક્તિશાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. આ મિસાઈલ એક સાથે અનેક પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઈલ સમગ્ર ઉત્તર અમેરિકાને નિશાન બનાવવામાં પણ સક્ષમ છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર નોર્થ કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં કિમ જોંગની પુત્રી તેના પિતા સાથે આર્મીના એક કાર્યક્રમમાં સામેલ છે. આ ફોટો ક્યાંનો છે તેની માહિતી આપવામાં આવી નથી. જ્યારે બીજી તસવીરમાં પિતા-પુત્રી મોટી મિસાઈલોથી ભરેલી ટ્રકની સામે સૈનિકો સાથે ઉભા છે. સરકારી મીડિયા અનુસાર ટ્રકની અંદર હાલમાં જ લૉન્ચ કરવામાં આવેલી હ્રાન્સંગ-17 બેલેસ્ટિક મિસાઇલ છે.

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કિમ જોંગે પોતાના વારસાની પરંપરાની બહાર કામ કર્યું હોય. આ પહેલા પણ કિમ જોંગ ઉને દેશમાં ખાદ્ય કટોકટી સહિત આગામી મહત્વના પડકારોને નાગરિકો સમક્ષ મુક્યા હતા, જે તેમના પિતા કે દાદાએ ક્યારેય કર્યા ન હતા. કિમ જોંગ ઉન પણ તેમના દાદા અને પિતાની તુલનામાં નજીકના પરિવારના સભ્યો સાથે જાહેર જીવનમાં વધુ દેખાય છે. કિમના પિતા તેમના શાસનકાળ દરમિયાન પત્નીને ક્યારેય દુનિયા સમક્ષ લાવ્યા નહોતા, પરંતુ કિમ જોંગ ઉન સત્તામાં આવ્યાના છ મહિના બાદ જ તેમની પત્નીને સરકારી મીડિયામાં બતાવવામાં આવી હતી. કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે પણ જાહેર જીવનમાં ઘણી મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તો કેટલાક નિષ્ણાતો માને છે કે કિમ અને તેની પુત્રીના ફોટા સોશિયલ મીડિયા પર વારંવાર જાહેર કરવાનો હેતુ કિમ જોંગના સ્વાસ્થ્યને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નોનો અંત લાવવાનો છે. હકીકતમાં, વર્ષ 2020માં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કિમ ઉન જોંગની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. જોકે, ઉત્તર કોરિયાએ આ દાવાઓને ફગાવી દીધા હતા.

આ પણ વાંચો: Gujarat Election 2022/ ભાજપના સ્ટાર પ્રચારક યોગીની ગુજરાતમાં જબરજસ્ત ડીમાન્ડ