Not Set/ 236 એન્જીનીયર્સને સામુહિક રજા પર જવાને કારણે હાથ ધોવા પડ્યા પોતાની નોકરીમાંથી

માસ બન્ક તમે કોલેજમાં સાંભળ્યુ હશે પરંતુ પુણેમાં આવેલી જર્મન બેઝ ઓટો પાર્ટ્સ બનાવતી કંપની ZF સ્ટીઅરીંગ ગીઅરનાં એન્જીનીયર્સ છ અઠવાડિયા માટે સામુહિક રજા પર જતા રહ્યાં હતા અને એ પણ અગાઉથી જાણ કર્યા વગર અને અંતે કંપનીએ એમને નોકરીમાંથી છુટા કરી દીધા છે. કંપનીએ જણાવ્યું હતું કે, એમણે 236 એન્જીનીયર્સનાં કોન્ટ્રાક્ટને ટર્મિનેટ કરી દીધા […]

Top Stories India
You are Fired 236 એન્જીનીયર્સને સામુહિક રજા પર જવાને કારણે હાથ ધોવા પડ્યા પોતાની નોકરીમાંથી

માસ બન્ક તમે કોલેજમાં સાંભળ્યુ હશે પરંતુ પુણેમાં આવેલી જર્મન બેઝ ઓટો પાર્ટ્સ બનાવતી કંપની ZF સ્ટીઅરીંગ ગીઅરનાં એન્જીનીયર્સ છ અઠવાડિયા માટે સામુહિક રજા પર જતા રહ્યાં હતા અને એ પણ અગાઉથી જાણ કર્યા વગર અને અંતે કંપનીએ એમને નોકરીમાંથી છુટા કરી દીધા છે.

કંપનીએ જણાવ્યું હતું કે, એમણે 236 એન્જીનીયર્સનાં કોન્ટ્રાક્ટને ટર્મિનેટ કરી દીધા છે કારણકે તેઓ 2 ડીસેમ્બર, 2017 થી 19 જાન્યુઆરી, 2018 સુધી રજા પર જતા રહ્યાં હતા અને એ પણ કોઈ યોગ્ય કારણ જણાવ્યા વગર.

કંપનીએ આ ઘટનાને ‘મિસકન્ડક્ટ’ તરીકે ગણાવી હતી અને ઇન્કવાયરી ઓફિસરની નિમણુંક પણ કરી હતી. તેઓએ ઘણાં ડિસ્કશનનાં રાઉન્ડ કર્યા હતા પણ કોઈ ઉપાય નીકળતો ન હતો. ત્યારબાદ કંપનીએ આખરે 236 એન્જીનીયર્સનાં કોન્ટ્રાક્ટને 26 /27 ઓક્ટોબર, 2018 થી કેન્સલ કરવાનું નકી કર્યું છે. કંપનીએ જણાવ્યું કે, તેઓને જે પેમેન્ટ આપવાનું છે નિયમ અનુસાર એ આપી દેવામાં આવશે.

ZF સ્ટીઅરીંગ ગીઅર કંપની અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, વોલ્વો ગ્રુપ વગેરે કંપનીઓને ઓટો પાર્ટ્સ વેચે છે.