પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. 20 એપ્રિલ એટલે કે આજે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાય રહ્યો છે. પીએમ મોદી મહાત્મા મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી દાહોદ અને પંચમહાલની મુલાકાત લેશે. બન્ને જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમૂહુર્ત કરશે. 2 વાગ્યે પીએમ મોદી દાહોદ જવા રવાના થશે. સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન મોદી પહોંચ્યા મહાત્મા મંદિર
ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ સમિટનું કરશે ઉદ્ધાટન
મોરિશયના PM સમિટમાં ઉપસ્થિત
વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિદેશક ઉપસ્થિત
આયુષના કેન્દ્રીય મંત્રી સોનોવાલ ઉપસ્થિત
આયુષના કેન્દ્રીય રાજ્યમંત્રી ઉપસ્થિત
2 દિવસના સમિટમાં અનેક કાર્યક્રમોનું આયોજન
18 જેટલા દેશના પ્રતિનિધિ સમિટમાં ઉપસ્થિત
સમિટનાં ઉદ્ઘાટન સમારોહમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ અને ડૉ. વિશ્વ આરોગ્ય સંસ્થાના (WHO) મહાનિદેશક ટેડ્રોસ અધાનામ ઘેબ્રેયસ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આયુષના કેન્દ્રીયપ્રધાન સર્બાનંદ સોનોવાલ અને રાજ્યપ્રધાન ડો. મહેન્દ્ર મુંજપરા મહેન્દ્ર હાજરી આપી રહ્યા છે.
દાહોદ ખાતે આજે યોજનાર આદિવાસી મહાસંમેલન માટે છોટાઉદેપુર જિલ્લાના કાર્યકરો એકત્રિત થયા છે. જેતપુર પાવીનાં રંગલી ચોકડી પાસે લોકો ભેગા થયા હોવાની માહિતી મળી છે. અહીંયા તમામ કાર્યકરો એક સાથે જવા માટે રવાના થશે. આજે જિલ્લામાંથી 25000 જેટલા લોકો દાહોદ ખાતે જશે. તમામ લોકો બસ અને ખાનગી વાહનો મારફતે દાહોદ ખાતે જશે.
પ્રથમ દિવસનું બીજું રાઉન્ડ ટેબલ ચર્ચા-વિચારણા પર ધ્યાન કેન્દ્રિત કરશે. મુખ્ય મંત્રાલયો અને ઉદ્યોગો/ઉદ્યોગ સાહસિકો/સ્ટાર્ટ-અપ્સ વચ્ચે G2B ક્રિયાપ્રતિક્રિયાઓ, FMCG કોન્કલેવમાં આયુષ અને યોગ પ્રમાણપત્રનું વૈશ્વિકરણ. પ્રથમ દિવસ આયુષ-ગ્લોબલ ઇન્ડસ્ટ્રી પ્રોસ્પેક્ટ્સ: રોકાણની તકો (ઉદ્યોગનું કદ અને અંદાજો, નિયમનકારી પાસાઓ, ઉત્પાદનો અને સેવાઓની નિકાસ) પર પૂર્ણ સત્ર સાથે સમાપ્ત થશે. આ ઇવેન્ટ 20 થી 22 એપ્રિલ 2022 દરમિયાન બહુવિધ ભાગોમાં સુનિશ્ચિત કરવામાં આવી છે. જે આયુષ શિક્ષણ, સંશોધન, નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને સમગ્ર આયુષ પ્રણાલીઓમાં સતત આરોગ્યની વૈશ્વિક સમજની હિમાયત કરશે.
આ પણ વાંચો:ગુજરાતમાં 2 દિવસ માવઠાની શક્યતા,આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ