Not Set/ અમદાવાદીઓ માટે કોરોના બન્યો આફત, 45 વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર

અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં તા. 13 માર્ચ, શનિવારે કોવિડ-19ના નવા 187 દર્દી નોંધાયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના નોંધાયેલા કુલ કેસની સંખ્યા 60,244 થઈ છે, અત્યાર સુધીમાં

Top Stories Gujarat
conteintment zone અમદાવાદીઓ માટે કોરોના બન્યો આફત, 45 વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર

અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં તા. 13 માર્ચ, શનિવારે કોવિડ-19ના નવા 187 દર્દી નોંધાયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના નોંધાયેલા કુલ કેસની સંખ્યા 60,244 થઈ છે, અત્યાર સુધીમાં કોરોનાને કારણે 2,265 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જ્યાં વધુ કેસો આવી રહ્યા છે ત્યાં કોર્પોરેશન વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકે છે. આ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા લોકો પોતાના ઘરોની બહાર નીકળી શકતા નથી.કોરોના નવા કેસ માં સુરત બાદ અમદાવાદ નો બીજો ક્રમ આવે છે ત્યારે અમદાવાદીઓએ હવે ચેતવાની જરૂર છે.

With 350 Covid-19 Deaths in 45 Days, What's Ailing Ahmedabad and What's the  Remedy?

કોરોના રસીકરણ / BSP ચીફ માયાવતીએ મુકાવી રસી, કહ્યું ગરીબોને મફત રસીકરણની વ્યવસ્થા કરે સરકાર

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન માટે એક ગાઇડલાઇન પણ જાહેર કરવમાં આવી છે. કોર્પોરેશન આવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન રહેલા લોકોને તમામ જરીરુયાતની વસ્તુઓ પુરી પાડે છે, શહેરમાં હાલ 45 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. બોડકદેવ વિસ્તારમાં આવેલા સુરેલ એપાર્ટમેનના એક બ્લોકમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 12 ઘરના 50 લોકોને ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

COVID-19 LIVE | Lockdown extended till May 7 in Telangana, Fresh spike in  cases in Maharashtra- The New Indian Express

વિકરાળ આગ / પાલીતાણાના પવિત્ર શેત્રુંજય ડુંગર પર એકાએક લાગી વિકરાળ આગ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા નોંધવામાં આવેલા આંકડાઓ મુજબ ગઇકાલે ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના 775 નવા કેસોમાં સૌથી વધુ સુરત કોર્પોરેશનમાં 206, અમદાવાદ કોર્પોરેશનમાં 187 નોંધાયા છે, આજે સુરત અને અમદાવાદમાં એક એક મોત થયું છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 84 કેસ રજીસ્ટર થયાં છે. જયારે ત્રણ જિલ્લામાં 20થી વધુ કેસ અને 8 જિલ્લામાં 10થી વધુ કેસ નોંધાયા છે. તેની સાથે કુલ 4422 દર્દીઓના મોત નિપજ્યા છે. આ સિવાય રાજકોટમાં 77, વડોદરામાં 84, ભાવનગરમાં 16 કેસ, જામનગર – ગાંધીનગરમાં 16 – 16, જૂનાગઢમાં 4 કેસ, આણંદમાં 23, મહેસાણામાં 21, ભરૂચમાં 20 કેસ, છોટાઉદેપુર – પંચમહાલમાં 14 – 14, પાટણમાં 13 કેસ, ખેડામાં 10, કચ્છમાં 9, સાબરકાંઠામાં 7 કેસ, નવસારીમાં 6, અમરેલી – દાહોદમાં 5 – 5 કેસ, મહિસાગરમાં 5, સુરેન્દ્રનગરમાં 3, અરવલ્લીમાં 2 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ, નર્મદામાં 2 – 2 કેસ, તાપીમાં 2, દેવભૂમિ દ્વારકા – મોરબીમાં 1 – 1 કેસ, પોરબંદર અને વલસાડમાં 1 – 1 કેસ નોંધાયા છે.

Maharashtra records 6,364 new coronavirus cases, 198 deaths | Deccan Herald

પોઝીટીવ કૌભાંડ / રાજકોટમાં કોરોનાનો રિપોર્ટ નેગેટીવ પણ કૌભાંડ પોઝીટીવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…