મહાશિવરાત્રી/ પોરબંદરમાં 200 વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગને કરવામાં આવ્યો સોનાના ઘરણાનો શણગાર

પોરબંદરમા રાજાશાહી વખતમા નિમાર્ણાધીન ભોજશ્વર મહાદેવના મંદીરને 200 વર્ષ થયા છે. ભોજશ્વર પ્લોટમા આવેલા ભોજશ્વર મહાદેવનુ મંદીર શ્રધ્ધાળુનું આસ્થાના કેન્દ્ર સામાન છે. આ મંદીરને પોરબંદરના રાજવીઓ વિકમાજી એ સવા કીલોના સોનાના આભુષણો ભેટ સ્વરૂપે આપ્યા હતા વર્ષો પહેલા ભોજેશ્વર મહાદેવને નિયમિત સોનાના આભૂષણો જો શણગાર કરવામા આવતો હતો

Gujarat Surat
પોરબંદરમાં

પોરબંદરમાં 200 વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે સોનાના ઘરણાનો શણગાર કરવામાં આવ્યો હતો.પોરબંદરના રાજવીઓ વિકમાજીએ સવા કીલોના સોનાના આભુષણો મંદિરમાં ભેટ સ્વરૂપે આપ્યા હતા. વર્ષો પહેલા ભોજેશ્વર મહાદેવને નિયમિત સોનાના આભૂષણોનો શણગાર કરવામા આવતો હતો.પરંતુ સમય જતા આ આભૂષણો સરકાર હસ્તગત કરી દેવામાં આવ્યા હતા.અને માત્ર શિવરાત્રીના દિવસે  સોના આભૂષણોનો શણગાર કરવામાં આવે છે.ત્યારે આ આભૂષણોની સુરક્ષા  માટે પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આજે મહાશિવરાત્રી ના દીવસે શિવાલયમા શિવજીને વિવિધ શણગાર કરવામા આવતો હોય છે. સામાન્ય રીતે શિવજીને ભસ્મ અને પુષ્પોનો શણગાર કરવામા આવતો હોય છે. પરંતુ પોરબંદરમા 200 વર્ષ જુના ભોજેશ્વર મહાદેવને શિવરાત્રીના દીવસે સોનાના ઘરણાનો શણગાર કરવામા આવે છે. આજે શિવરાત્રી ના દીવસે ભોજેશ્વર મહાદેવ ને સોના ના આભૂષણો નો શણગાર કરવામા આવ્યો હતો

પોરબંદરમાં રાજાશાહી વખતમા નિમાર્ણાધીન ભોજશ્વર મહાદેવના મંદીરને 200 વર્ષ થયા છે. ભોજશ્વર પ્લોટમા આવેલા ભોજશ્વર મહાદેવનુ મંદીર શ્રધ્ધાળુનું આસ્થાના કેન્દ્ર સામાન છે. આ મંદીરને પોરબંદરના રાજવીઓ વિકમાજી એ સવા કીલોના સોનાના આભુષણો ભેટ સ્વરૂપે આપ્યા હતા વર્ષો પહેલા ભોજેશ્વર મહાદેવને નિયમિત સોનાના આભૂષણો જો શણગાર કરવામા આવતો હતો પરંતુ સમય જતા સોના આભૂષણો સરકારે હસ્તગત કરી લીધા હતા અને તિજોરી ઓફીસમા રાખવામા આવે છે અને માત્ર શિવરાત્રીના દિવસે  સોના આભૂષણનો શણગાર કરવામા આવે છે.

આજે મહાશિવરાત્રીના દીવસે ભોજેશ્વર મહાદેવને સોનાનો  કંદોરો જેમા સોનાની 59 ઘુધરી છે, સોનાનો કળશ, સોનાનો ટોપ, સોનાનુ બિલ્બપત્રનો શણગાર તેમજ માતા પર્વતી માતાને સોનાના ઝાંઝર બે જે સોના ની ઘુઘરી છે. સોના નો મુગટ, જયપુરી જળતર અને સોના ના ચંદલો ના શણગાર કરવામા આવે છે. તેમજ એક કીલોના ચાંદી નુ છત્ર ચડવામા આવ્યુ હતુ તો આ આભૂષણોના રક્ષણ માટે પોલીસકર્મી ની પણ નિમણુંક કરવામાં આવે છે.

પોરબંદરમા મહાશિવારાત્રી ના દીવસે ભોજશ્વર મહાદેવ ને સોના ના આભુષણો નો શણગાર કરવામા આવે છે. તેમના દર્શન કરવા આજે મોટી સંખ્યમા શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને ધન્યતા ની લાગણી અનુભવી હતી પોરબંદરમા આજે શિવરાત્રીના દીવસે આવેલ વિવિધ શિવાલય મા આજે વિવિધ દર્શન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ભોજશ્વર મહાદેવને જે સોના ના ઘરેણા નો શણગાર કરવામ આવે છે. તે અલૈેાકીક હોય છે.

આ પણ વાંચો:સહસ્ત્રલિંગધારી શિવજી તરીકે ખ્યાતનામ છે કંટાળેશ્વર હનુમાનજી ધામમાં બિરાજતી શિવજીની પ્રતિમા

આ પણ વાંચો:ગુજરાતમાં ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી

આ પણ વાંચો:જોડિયા નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો,પોલીસે સર્વિસ રિવોલ્વરમાંથી કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

આ પણ વાંચો:જળસંચયનું અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું: ભૂપેન્દ્ર પટેલ