Not Set/ લોન મોરેટોરિયમ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, બેંકોને મળી મોટી રાહત

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસે કહેર વરસાવ્યો છે. ત્યારે ભારત પણ આ વાયરસની પકડથી દૂર રહી શક્યો નહતો. આ વાયરસનાં કારણે દેશમાં લોકડાઉનને લાગુ કરવુ પડ્યુ હતુ.

Top Stories India
supreme લોન મોરેટોરિયમ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, બેંકોને મળી મોટી રાહત
  • મહામારીને પગલે લોનનું વ્યાજ સંપૂર્ણ માફ થઇ શકે નહીં
  • લોન મોરેટોરિયમ મામલે બેંકોને મોટી રાહત
  • સુપ્રીમનાં આદેશથી ગ્રાહકોને આર્થિક ઝટકો
  • સુપ્રીમ કોર્ટે સરકારનાં પક્ષને સમજાવ્યો
  • સરકાર-RBI પર દબાણ ના બનાવી શકાય
  • કોરોના મહામારીમાં માત્ર કંપની નહીં સરકારને પણ નુકસાન
  • જસ્ટિસ અશોક ભૂષણ,આર.સુભાષ રેડ્ડી,શાહની બેચનો ચુકાદો
  • કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કર્યુ હતું સોગંધનામુ

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસે કહેર વરસાવ્યો છે. ત્યારે ભારત પણ આ વાયરસની પકડથી દૂર રહી શક્યો નહતો. આ વાયરસનાં કારણે દેશમાં લોકડાઉનને લાગુ કરવુ પડ્યુ હતુ. જેના કારણે આજે મહામારી જેવી સ્થિતિ ઉભી થઇ છે. લોકડાઉન દરમિયાન બેંક લોન પર વસૂલવામાં આવતા વ્યાજનાં વ્યાજ મામલામાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સરકારને નીતિ અંગે કોઈ સૂચના આપી શકે તેમ નથી અને લોનની મોરેટોરિયમની અવધિમાં છ મહિનાથી વધુ વધારો કરવાનો ઇનકાર કર્યો છે.

ગાંધીનગર / શું જીગ્નેશ મેવાણીનો અવાજ દબાવવાનો છે પ્રયત્ન? જાણો શું કહે છે અપક્ષ ધારાસભ્ય?

જસ્ટિસ અશોક ભૂષણ, આર.સુભાષ રેડ્ડી, શાહની બેચે આ મામલે ચુકાદો આપતા કહ્યુ કે,  કોરોના મહામારીમાં માત્ર કંપની નહી સરકારને પણ નુકસાન થયુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નાણાકીય નીતિઓનો મામલો કેન્દ્ર સરકાર અને આરબીઆઈનાં અધિકાર ક્ષેત્ર હેઠળ છે. કોર્ટ આ મુદ્દે ન્યાયિક સમીક્ષા કરી શકે નહીં. આર્થિક નીતિનાં નિર્ણયો પર ન્યાયિક સમીક્ષા માટે મર્યાદિત અવકાશ છે. કોર્ટ વેપાર અને વાણિજ્યની શૈક્ષણિક બાબતો પર ચર્ચા કરશે નહીં. કઈ જાહેર નીતિ વધુ સારી હોઇ શકે તે અમે નક્કી કરી શકતા નથી. સારી નીતિનાં આધારે કઇ નીતિને રદ કરી શકાતી નથી.

કોરોનાનો કહેર / દેશમાં કોરોનાનાં નવા કેસ સામે રિકવર કેસ ઘટ્યા, કુલ મૃત્યુઆંક પહોંચ્યો દોઢ લાખને પાર

સુપ્રીમ કોર્ટે સરકારનો પક્ષ સમજીને કહ્યું કે, કોરોના રોગચાળાને કારણે માત્ર કંપનીઓ જ નહીં પરંતુ સરકારને પણ નુકસાનનો સામનો કરવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે સરકાર અને રિઝર્વ બેંક પર વધુ દબાણ પેદા કરી શકે નહીં.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે. આ સોગંદનામામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, સરકારે વિવિધ ક્ષેત્રોને પૂરતા રાહત પેકેજ આપ્યા છે. વર્તમાન મહામારી વચ્ચે, હવે આ ક્ષેત્રોને વધુ રાહત આપવી શક્ય નથી. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે, પીઆઇએલ દ્વારા કોઈ ચોક્કસ વિસ્તાર માટે રાહતની માંગ કરી શકાય નહી. કેન્દ્ર સરકારનાં સોગંદનામા મુજબ, 2 કરોડ સુધીની લોન માટે વ્યાજ (કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ) પર વ્યાજ માફ કરવા સિવાયની કોઈપણ રાહત રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને બેંકિંગ ક્ષેત્ર માટે નુકસાનકારક છે. ઉલ્લેખનીય છે કે, આ તે જ કેસ છે જેમાં સરકારે બેંકમાંથી લોન લેનાર દેવાદારોને EMI પેમેન્ટ પર મોટી રાહત આપી હતી. જણાવી દઇએ કે, ગયા વર્ષે, ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ આપતી કંપનીઓને મોરોટોરિયમ આપવાની વાત કરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ