Not Set/ જુઓ,આજની હેડલાઈન

5:30pm ગોધરા: ગોધરા ટ્રેન હત્યાકાંડ કેસનો વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ પાતળીયા વહેલી સવારે મેઈન સર્કલ પાસેથી ઝડપાયો હતો. પંચમહાલ બી-ડીવી.પોલીસ ટીમે ધરપકડ કરી હતી. યાકુબને રેલવે પોલીસને સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. યાકુબ અબ્દુલ પાતળીયા પૂછપરછ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કરશે. ———————————————————————————————–તાલાલા: વહેલી સવારે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા માપવામાં આવી […]

Gujarat
PARTH 10 જુઓ,આજની હેડલાઈન

5:30pm

ગોધરા: ગોધરા ટ્રેન હત્યાકાંડ કેસનો વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ પાતળીયા વહેલી સવારે મેઈન સર્કલ પાસેથી ઝડપાયો હતો. પંચમહાલ બી-ડીવી.પોલીસ ટીમે ધરપકડ કરી હતી. યાકુબને રેલવે પોલીસને સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. યાકુબ અબ્દુલ પાતળીયા પૂછપરછ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કરશે.

———————————————————————————————–તાલાલા: વહેલી સવારે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા માપવામાં આવી હતી. ભરનિંદ્રામાંથી જાગી લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. 14 કિલોમીટર દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ આવેલું હતું.

———————————————————————————————-અમદાવાદ:  1996માં થયેલ ધોતિયાકાંડ કેસમાં મેટ્રો કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી અરજી કોર્ટે માન્ય રાખી પ્રવીણ તોગડિયા સહિત અન્યોને છોડવા આદેશ કર્યો છે. સીઆરપીસી કલમ 321 મુજબ વિડ્રોની અરજી કોર્ટે માન્ય રાખી હતી. કેસમાં સામેલ કુલ 39 લોકોને છોડી મૂકવા કોર્ટે આદેશ આપ્યો હતો.

——————————————————————————————–

સુરત:  પાંડેસરાની કૈલાશનગર ચોકડી ખાતે શ્રી સાંઇ જન સેવા કેન્દ્ર નામની દુકાનમાં ગેરકાયદેસર ચાલતા આધારકાર્ડ કૌભાંડનો પર્દાફાશ થયો છે. રૂ. 300માં ગ્રાહકોને આધારકાર્ડ કાઢી આપવામાં આવતા હતા. જ્યા મોટી માત્રામાં આધારકાર્ડનો જથ્થો પણ મળી આવ્યો છે. ત્યારે શ્રી સાંઇ જનસેવા કેન્દ્રને સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

———————————————————————————————–અમદાવાદ: સિવિલના સેવા મેડિકલમાં ગરીબ દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે. સિવિલના સેવા મેડીકલમાં સેવાના નામે લૂંટ ચાલી રહી છે. ઇન્જેક્શનના નામે વધુ રૂપિયા લેવાઇ રહ્યા છે. 121 રૂપિયામાં ઇન્જેક્શનના રૂપિયા 209 લેવાઇ રહ્યા છે. દીનદયાળ સ્ટોરમાં રૂ. 40 રૂપિયાના ઇન્જેક્શનના રૂપિયા 209 લેવામાં આવે છે. શુ સિવિલ ગરીબ લોકો માટે છે કે પછી તેમને લૂંટવા માટે ?

——————————————————————————————–

12:30pm

અમદાવાદ: તાવડીપુરા વિસ્તારના અભય એસ્ટેટના રેડિએટર બનાવવાના કારખાનામાં આગ ભડકી હતી. કારખાનામાં ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ફાયરબ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સદનસીબે આગ લાગવાથી કોઈ જાનહાની થઇ નથી.

——————————————————————————————————દિલ્હી: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 70મી પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે શ્રદ્ધાંજલી અરપી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કોંગ્રેસના પૂર્વ સીએમ શીલા દીક્ષિતે શ્રદ્ધાંજલી  પાઠવી હતી. સાથે સાથે સોનિયા ગાંધીએ પણ મહાત્માગાંધીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

——————————————————————————————————દ.આફ્રિકા: બિનોની ટાઉન નજીક અકસ્માતમાં ભરૂચના મનુબર ગામના સરપંચના પુત્રનું મોત થયું છે. અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો છે. આ અકસ્માત ગતરાત્રીએ સર્જાયો હતો તો પુત્રના મોતથી મનુબર ગામ શોકમાં ગરકાવ થયું છે.

——————————————————————————————————દિલ્હી: દારૂના નશામાં 28 વર્ષના પિતરાઈ ભાઈએ  રમાડવાના બહાને 8 માસની માસુમ બાળકી ઉપર કૃત્ય આચર્યું છે. માસુમ બાળકીની હાલત ખુબ જ ગંભીર છે.

——————————————————————————————————