Not Set/ કોરોનાકાળમાં ચીની અર્થવ્યવસ્થામાં ઉછાળો, 3.2 ટકાનો નોંધાયો વધારો

  એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ચીની અર્થવ્યવસ્થામાં 3.2 ટકાનો વધારો થયો છે. મહામારીનાં પ્રભાવ બાદ વિકાસ કરનાર આ પ્રથમ વિશ્વ અર્થવ્યવસ્થા છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં તીવ્ર ઘટાડા પછી ચીન માટે આ એક સારો સંકેત છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને દાયકાઓ બાદ ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટાડો કોરોના રોગચાળાને કારણે થયો હતો. જ્યારે રોગચાળા સામે […]

World
73e614cf976897a1f53e9c5304d7062f કોરોનાકાળમાં ચીની અર્થવ્યવસ્થામાં ઉછાળો, 3.2 ટકાનો નોંધાયો વધારો

 

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ચીની અર્થવ્યવસ્થામાં 3.2 ટકાનો વધારો થયો છે. મહામારીનાં પ્રભાવ બાદ વિકાસ કરનાર આ પ્રથમ વિશ્વ અર્થવ્યવસ્થા છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં તીવ્ર ઘટાડા પછી ચીન માટે આ એક સારો સંકેત છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને દાયકાઓ બાદ ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટાડો કોરોના રોગચાળાને કારણે થયો હતો.

જ્યારે રોગચાળા સામે લડતી વખતે સમગ્ર વિશ્વ લોકડાઉન તરફ વળ્યું હતું ત્યારે ચીની અર્થવ્યવસ્થા ધીમે ધીમે ફરી શરૂ થઈ હતી. એક તરફ, કોરોના સમગ્ર દુનિયાને ઘેરી રહ્યુ હતુ અને તે ચીનમાંથી નીકળેલા વાયરસને કાબૂમાં રાખવામાં સક્ષમ થઇ રહ્યુ હતુ. નેશનલ સ્ટેટિસ્ટિક બ્યુરોએ ગુરુવારે ડેટા જાહેર કર્યો છે જેમાં જણાવ્યું છે કે આ વર્ષનાં બીજા ક્વાર્ટરમાં ચીનની જીડીપી 3.2 ટકા વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.