Not Set/ 3000 કરોડના ખર્ચે બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાણી લીકેજ,2 ઇંચ વરસાદે ખોલી પોલ

નર્મદા ડેમ પાસે બનેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમામાં લીકેજ જોવા મળ્યું છે જેમાંથી વરસાદી પાણી ટપકવા લાગ્યાં છે. 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી વરસાદના પાણી ગળતાં તેના બાંધકામ પર સવાલો ઉભા થયા છે. નર્મદા જિલ્લામાં હજુ માંડ 2 ઇંચ વરસાદ થયો છે, ત્યાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના ઉપરના ભાગે […]

Top Stories
statu of unity 1 3000 કરોડના ખર્ચે બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાણી લીકેજ,2 ઇંચ વરસાદે ખોલી પોલ

નર્મદા ડેમ પાસે બનેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમામાં લીકેજ જોવા મળ્યું છે જેમાંથી વરસાદી પાણી ટપકવા લાગ્યાં છે. 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી વરસાદના પાણી ગળતાં તેના બાંધકામ પર સવાલો ઉભા થયા છે. નર્મદા જિલ્લામાં હજુ માંડ 2 ઇંચ વરસાદ થયો છે, ત્યાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના ઉપરના ભાગે આવેલી વ્યૂઇંગ ગેલેરીની છત, મ્યૂઝિયમ અને અન્ય રૂમોમાંથી પાણી ટપકવા લાગ્યું છે.

guj post22 3000 કરોડના ખર્ચે બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાણી લીકેજ,2 ઇંચ વરસાદે ખોલી પોલ

રૂપિયા ત્રણ હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં પાણી ભરાતા એલએન્ડટી કંપનીની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. આ વિસ્તારમાં માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો છે અને પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે, ત્યારે જો વધુ વરસાદ થાય તો હાલાત ગંભીર બની શકે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાણી ભરાય છે તેનો વીડીયો પણ વાઇરલ થયો છે.આ પ્રતિમા બનાવવા પાછળ 180,000 કયુસેક મેટ્રિક સિમેન્ટ કોન્ક્રીટ, 18,500 ટનનું રિઇન્ફોર્સ સ્ટીલ, 6,5૦૦ ટન સ્ટ્રક્ચર્ડ સ્ટીલ, 1,7૦૦ ટન બ્રોન્ઝ અને 1,850 ટન બ્રોન્ઝ ક્લેડિંગનો ઉપયોગ થયો છે. આ પ્રતિમાનું માળખું ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સામે અડીખમ રહે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો કે આમ છતાં ચોમાસામાં ડિઝાઈનની પોલ ખુલી ગઈ હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.