board exams/ ગુજરાત બોર્ડનાં ધો. 10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાતનાં વિદ્યાર્થીઓ અને ખાસ કરીને કોરોનાની સ્થિતિ અને આ વર્ષે આગળ વધેલા અભ્યાસ ક્રમની સ્થિતિને જોતા વાલીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા,

Top Stories Gujarat Others
Last chance for a Semester's failed student, You have to go to Gandhinagar for the Examination

ગુજરાતનાં વિદ્યાર્થીઓ અને ખાસ કરીને કોરોનાની સ્થિતિ અને આ વર્ષે આગળ વધેલા અભ્યાસ ક્રમની સ્થિતિને જોતા વાલીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત બોર્ડનાં ધો. 10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. 10 મે થી 25 મે દરમિયાન પરીક્ષા યોજાશે.
ધો.10નું પહેલુ ભાષાનું પેપરની પરીક્ષા 10 મે નાં રોજ લેવામાં આવશે. વિજ્ઞાનનું પેપર 12મે અને ગણિતનું પેપર 15 મે એ લેવાશે.

ધો.12નું પહેલુ પેપર 10 મેના રોજ ભૌતિક વિજ્ઞાનનું હશે. 12 મે નાં રોજ રસાયણ વિજ્ઞાન, 15 મે નાં રોજ જીવ વિજ્ઞાનનું પેપર હશે. તો 17 મે નાં દિવસે ધો.12નું ગણિતનું પેપર લેવાશે.

ટુંકમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ આપી દેવામાં આવ્યો છે. જો કે, સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કોરોના કાળમાં પરીક્ષા લક્ષી બીજી માહિતી અને પરીક્ષાનો પૂર્ણ કાર્યક્રમ જે તે સંલગ્ન સ્કૂલને જલ્દી જ આપી દેવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…