એન્કાઉન્ટર/ ઘાટીમાં ચાલી રહેલા એન્કાન્ટરમાં પાંચ જવાનો શહીદ..

પ્રથમ એન્કાઉન્ટરના સંદર્ભમાં સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં એક જેસીઓ અને અન્ય ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાંચેય સૈનિકો બાદમાં નજીકની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા

Top Stories
1 7 ઘાટીમાં ચાલી રહેલા એન્કાન્ટરમાં પાંચ જવાનો શહીદ..

નિયંત્રણ સીમા પાર કરીને જમ્મુ -કાશ્મીરમાં આશ્રય લઈ રહેલા આતંકીઓ સાથે આદે દિવસના ત્રીજા એન્કાઉન્ટરની શરૂઆત થઈ છે. ત્રીજું એન્કાઉન્ટર શોપિયાં જિલ્લાના ઇમામ સાહિબ વિસ્તારના તુલરાનમાં ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળો આ કામગીરી કરી રહ્યા છે. સેનાના જવાનોએ આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લીધા છે. જ્યારે દિવસનું પ્રથમ એન્કાઉન્ટર પૂંછમાં થયુ હતુ. જેમાં જુનિયર કમિશ્ડ ઓફિસર (જેસીઓ) સહિત પાંચ સૈનિકો શહીદ થયા હતા. આ પછી, સાંજે પૂંછમાં જ અન્ય એન્કાઉન્ટર શરૂ થયું. એન્કાઉન્ટરની પ્રથમ ઘટના સ્થળથી થોડા કિલોમીટર દૂર બની હતી.

પ્રથમ એન્કાઉન્ટરના સંદર્ભમાં સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં એક જેસીઓ અને અન્ય ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાંચેય સૈનિકો બાદમાં નજીકની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. પ્રવક્તાએ સાંજે કહ્યું કે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર હજુ ચાલુ છે. જ્યારે દિવસના બીજા એન્કાઉન્ટર વિશે, ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે અગાઉના એન્કાઉન્ટરના સ્થળથી લગભગ 2 કિમી દૂર થયેલા એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો.

શોપિયાંમાં ચાલી રહેલા એન્કાઉન્ટર અંગે જમ્મુ -કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે વિશ્વસનીય ઇનપુટના આધારે આજે સાંજે શોપિયાંમાં બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. શોપિયાના તુલરાનમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. 3-4 આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. જ્યારે શોપિયાંના ઘેરીપોરામાં બીજું ઓપરેશન શરૂ થયું છે. એન્કાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આતંકીઓને ઘેરી લીધા બાદ સેનાએ તેમને આત્મસમર્પણ કરવાની તક આપી હતી. જો કે, એમના બનતા એન્કાઉન્ટર હજુ ચાલુ છે.

તાજેતરના દિવસોમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે અને આવા હુમલામાં એક અગ્રણી કાશ્મીરી પંડિત ઉદ્યોગપતિ અને એક શાળાના શિક્ષક સહિત ઘણા નાગરિકો માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે સશસ્ત્ર આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ચમેર જંગલમાં છુપાયા હોવાના અહેવાલો છે. તેમણે કહ્યું કે પ્રારંભિક એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓ નજીકના ભંગાઈ ગામમાં ભાગી ગયા જે રાજૌરી જિલ્લા હેઠળ આવે છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને ખતમ કરવા માટે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને આતંકવાદીઓ માટે તમામ સંભવિત બચવાના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.