Accident/ ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, કારમાં આગ લગતા ડોક્ટર દંપતી જીવતા સળગી ગયા

ગાંધીનગર જિલ્લાના લીહોડા ગામ નજીક રવિવારે સાંજે ડમ્પર અને કાર ટકરાઈ હતી. ટક્કર બાદ કારને આગમાં લાગી ગઈ હતી,

Gujarat Others

ગાંધીનગર જિલ્લાના લીહોડા ગામ નજીક રવિવારે સાંજે ડમ્પર અને કાર ટકરાઈ હતી. ટક્કર બાદ કારને આગમાં લાગી ગઈ હતી,  જે બાદ કારમાં બેઠેલા ડોકટર દંપતીને જીવતા સળગીને ભડથું થઇ ગયા હતા. કારની ડમ્પર સાથે ટક્કર થયા બાદ તે ખેતરમાં ઉતરી ગઈ હતી. જ્યાં કપાસનો પાકનો ઢગલો હતો. કારમાં આગને કારણે પાકમાં આગ લાગી હતી.

મતદાન કરી પરત ફરી રહ્યા હતા દંપતી

બાયડ-ચોઇલા રોડ પર સ્થિત વાત્સલ્ય હોસ્પિટલના ગાયનેક મયુર શાહ અને તેમની પત્ની ડો. પ્રેરણા શાહ રવિવારે તેમના ગામ સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મત આપવા ગયા હતા. બંને મતદાન બાદ સાંજે કાર દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. મયુરભાઇ પોતે કાર ચલાવી રહ્યા હતા.

આ પણ વાંચો : બોડકદેવમાં કારનો કાચ તોડી લેપટોપ સહિત 70 હજાર રોકડની ચોરી, વસ્ત્રાપુરમાં નોંધાઈ ફરિયાદ

આ દરમિયાન દહેગામ બાયડે હાઇવે પર કાર સીધી ડમ્પર સાથે ટકરાઈ હતી. ડમ્પરને ટક્કર વાગતા  કારની ડીઝલ ટાંકીમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં મયુરભાઇ અને પ્રેરણા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓ કારમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને કારમાં જ જીવંત સળગી ગયા હતા. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યાં સુધીમાં કાર બળીને ખાખ થઇ ગઈ હતી.

કાર નંબરના આધારે પોલીસે મૃતક દંપતીના પરિવારજનોને શોધીને પુત્રને જાણ કરી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક અને ક્લીનર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : “તને બે દિવસનો ટાઈમ આપુ છુ, મારી સાથે નહિ આવે તો તને જાનથી મારી નાખીશ” નિકોલમાં મહિલા સાથે છેડતી