પાકિસ્તાનના એક ઉચ્ચ સ્તરીય અધિકારીની હરકતથી દેશને નીચાજોણું થયું હોવાની ઘટના સામે આવી છે. પાકિસ્તાનના ઉપ સચિવ હૈદર ખાન ઉચ્ચ સ્તરીય મિટિંગ દરમિયાન ચોરી કરતા સીસીટીવી કેમેરાની નજરમાં કેદ થયા હતા.
કુવૈતનું એક પ્રતિનિધિ મંડળ શુક્રવારે પાકિસ્તાનના બે દિવસીય પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેમની મિટિંગ પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે થઇ હતી. લંચ બ્રેક દરમિયાન કુવૈતના પ્રતિનિધિ એમનું પર્સ ટેબલ પર જ ભૂલી ગયા હતા.
https://twitter.com/omar_quraishi/status/1045761625888882689
આ દરમિયાન ત્યાં હાજર પાકિસ્તાની અધિકારી હૈદર ખાને એ પર્સ ચોરી કરીને પોતાના ખિસ્સામાં મૂકી દીધું હતું. પરંતુ તેમને એ ખબર નહતી કે, ત્યાં સીસીટીવી કેમેરા એમની આ હરકતને કેદ કરી રહ્યા છે.
જયારે કુવૈતના પ્રતિનિધિએ પર્સ ચોરાયું હોવાની બાબતે ફરિયાદ કરી, તો તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ચોરી હૈદર ખાને જ કરી છે. પોલીસે આ અધિકારીની ધરપકડ કરી લીધી છે.

આ બાબતે પાકિસ્તાનના અધિકારીઓનું કહેવાનું છે કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. દોષિત સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે.
