World News/ 2055 સુધી અમેરિકાના રિયલ એસ્ટેટ બજારને ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ

તાજેતરના એક અભ્યાસ મુજબ, વર્ષ 2055 સુધીમાં કુદરતી આફતોના કારણે અમેરિકી રિયલ એસ્ટેટ (US Real Estate)બજારને 1.47 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થશે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories international World
US Real Estate

US Real Estate Climate Change Losses 2055:  હવામાન પરિવર્તનની અસર હવે માત્ર પર્યાવરણ પૂરતી સીમિત રહી નથી. એક તાજેતરના અભ્યાસ મુજબ, આગામી ત્રણ દાયકામાં કુદરતી આફતો અને વધતા આબોહવાકીય જોખમોના કારણે અમેરિકાના રિયલ એસ્ટેટ બજારને ભારે આર્થિક ફટકો પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2055 સુધીમાં અમેરિકાની રહેણાંક મિલકતોની કુલ કિંમતમાં અંદાજે 1.47 ટ્રિલિયન ડોલરનો ઘટાડો થઈ શકે છે. આ સ્થિતિથી હાઉસિંગ માર્કેટ, ઘર ખરીદનારાઓ અને રોકાણકારો પર લાંબા ગાળાની અસર જોવા મળી શકે છે.

હોમ ઇન્શ્યોરન્સનો ખર્ચ ઝડપથી વધી શકે

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વધતા આબોહવાકીય જોખમોને કારણે આગામી વર્ષોમાં ઘર વીમાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી શકે છે. વર્ષ 2055 સુધીમાં સરેરાશ હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં લગભગ 30 ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠાના કેટલાક શહેરોમાં વીમાનો ખર્ચ અનેક ગણો વધી શકે છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો માટે ઘર ખરીદવું અને તેનું વીમા કવર જાળવવું વધુ ખર્ચાળ બની શકે છે.

લાખો લોકો સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરી શકે

અત્યંત ગરમી, પૂર, વાવાઝોડા અને જંગલોમાં લાગતી આગ જેવી કુદરતી આફતોને કારણે મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત વિસ્તારોમાં રહેવાનું પસંદ કરી શકે છે. અભ્યાસ મુજબ આગામી 30 વર્ષમાં અંદાજે 5.5 કરોડ લોકો અમેરિકાની અંદર જ અન્ય શહેરો અથવા રાજ્યોમાં સ્થળાંતર કરી શકે છે. જેના કારણે સુરક્ષિત વિસ્તારોમાં રહેણાંકની માંગ વધશે અને ત્યાં મિલકતોની કિંમતોમાં(US Real Estate) પણ વધારો થવાની શક્યતા છે.

કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસ સૌથી વધુ અસરગ્રસ્ત

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસ જેવા રાજ્યો હવામાન પરિવર્તનના સૌથી મોટા જોખમ હેઠળ છે. છેલ્લા ઘણા વર્ષોમાં કુદરતી આફતોને કારણે થયેલા મોટા આર્થિક નુકસાનનો મોટો હિસ્સો આ રાજ્યોમાં નોંધાયો છે. જો હાલની સ્થિતિ યથાવત્ રહેશે તો વર્ષ 2055 સુધીમાં આ વિસ્તારોના કેટલાક ભાગોમાં પ્રોપર્ટીની કિંમતોમાં  (US Real Estate) 10થી 40 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

હાઉસિંગ માર્કેટ માટે ચેતવણી સમાન અહેવાલ

નિષ્ણાતોનું કહેવું છે કે જો હવામાન પરિવર્તનની અસર ઘટાડવા માટે સમયસર પગલાં નહીં લેવામાં આવે તો અમેરિકાનું રિયલ એસ્ટેટ (US Real Estate) બજાર આગામી દાયકાઓમાં મોટા પડકારોનો સામનો કરી શકે છે. વધતા વીમા ખર્ચ, સ્થળાંતર અને કુદરતી આફતોના કારણે હાઉસિંગ માર્કેટમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.


આ પણ વાંચો:બાંગ્લાદેશમાં શાકિબ અલ હસનના મગુરા સ્થિત ઘરને બનાવ્યું નિશાન, પેટ્રોલ બોમ્બ ફેંક્યા

આ પણ વાંચો:ટ્રમ્પ પ્રશાસનનો સકંજો; ભારતીય વિદ્યાર્થીઓના F-1 વિઝામાં 62% નો ઘટાડો, OPT પર સંકટ

આ પણ વાંચો:શેખ હસીનાના વર્ચ્યુઅલ સંબોધન પર બાંગ્લાદેશની ભારતને ચેતવણી; સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ