National News/ અમેરિકામાં બર્થરાઇટ સિટીઝનશિપના નિયમો કડક; ટ્રમ્પે જાહેર કર્યા નવા આદેશ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતાના નિયમો કડક કરવા 2 નવા આદેશો જાહેર કર્યા છે. ‘બર્થ ટૂરિઝમ’ (US birthright citizenship) અને આતંકવાદીઓના બાળકોને નાગરિકતા નહીં મળે.

Top Stories international World
US birthright citizenship

US Birthright Citizenship Rules: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મથી મળતી અમેરિકન નાગરિકતા (Birthright Citizenship) સંબંધિત નિયમોને વધુ કડક બનાવવા માટે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે થોડા સમય પહેલાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકોને નાગરિકતા ન આપવાના ટ્રમ્પના અગાઉના નિર્ણયને રદ કર્યો હતો. જોકે, ટ્રમ્પ પ્રશાસને હવે નવા નિયમો દ્વારા જન્મ આધારિત નાગરિકતાની પ્રક્રિયામાં વધુ નિયંત્રણ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

બર્થ ટૂરિઝમ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી

નવા આદેશ મુજબ, માત્ર બાળકને અમેરિકન નાગરિકતા અપાવવા માટે ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા આવતી મહિલાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે. આવી પ્રક્રિયાને સામાન્ય રીતે ‘બર્થ ટૂરિઝમ’ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે આ રીતનો ઉપયોગ કરીને અમેરિકન નાગરિકતા મેળવવાની પ્રવૃત્તિ પર રોક લગાવવી જરૂરી છે. નવા નિયમો હેઠળ આવા કેસોમાં જન્મેલા બાળકોને આપમેળે અમેરિકન નાગરિકતા આપવાની પ્રક્રિયા પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

US birthright citizenship

કેટલાક વિદેશી નાગરિકોના બાળકો માટે પણ નવા નિયમો

ટ્રમ્પ પ્રશાસનના બીજા આદેશમાં કેટલાક ખાસ વર્ગોને પણ આવરી લેવામાં આવ્યા છે. આ મુજબ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા માતા-પિતાના બાળકો, તેમજ વિદેશી સરકારોના રાજદૂતો, સરકારી અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારીઓના અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા(US birthright citizenship) આપવાના નિયમોમાં ફેરફાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક વિશેષ કેટેગરીના વિદેશી નાગરિકોના બાળકોને આ નિયમો લાગુ પડી શકે છે.

કોર્ટના ચુકાદા બાદ ફરી શરૂ થઈ ચર્ચા US birthright citizenship પર 

અમેરિકાની સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે અમેરિકન બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકાની ધરતી પર જન્મેલા દરેક બાળકને નાગરિકતા (US birthright citizenship) મળવાનો અધિકાર છે. કોર્ટે અગાઉના પ્રતિબંધને બંધારણીય જોગવાઈઓ સાથે અસંગત ગણાવ્યો હતો. તેમ છતાં ટ્રમ્પ પ્રશાસને નવા આદેશો દ્વારા કાયદાકીય વિકલ્પો શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

આગામી દિવસોમાં વધી શકે કાનૂની લડાઈ

નવા આદેશો જાહેર થતાં જ અમેરિકામાં ફરી એકવાર જન્મ આધારિત નાગરિકતા (US birthright citizenship) અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કાનૂની નિષ્ણાતો માને છે કે આ નિર્ણયને ફરી કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. બીજી તરફ ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારા અને નિયમોના દુરુપયોગને રોકવા માટે આ પગલાં જરૂરી છે. હવે આ નવા નિયમો અમલમાં આવે છે કે નહીં અને તેના પર અદાલતો શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો:બાંગ્લાદેશમાં શાકિબ અલ હસનના મગુરા સ્થિત ઘરને બનાવ્યું નિશાન, પેટ્રોલ બોમ્બ ફેંક્યા

આ પણ વાંચો:ટ્રમ્પ પ્રશાસનનો સકંજો; ભારતીય વિદ્યાર્થીઓના F-1 વિઝામાં 62% નો ઘટાડો, OPT પર સંકટ

આ પણ વાંચો:શેખ હસીનાના વર્ચ્યુઅલ સંબોધન પર બાંગ્લાદેશની ભારતને ચેતવણી; સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ