World News/ પાકિસ્તાનમાં પેટ્રોલિયમ લેવી સામે હજારો લોકો રસ્તા પર, સરકારને આંદોલન વધારવાની ચેતવણી

Pakistan માં પેટ્રોલિયમ લેવી વિરુદ્ધ જમાત-એ- ઇસ્લામી દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હાફિઝ નઈમ-ઉર-રહમાને સરકારને લેવી ખતમ કરવા અલ્ટીમેટમ આપ્યું છે.

international Top Stories World
Pakistan

Pakistan Petroleum Levy Protest Jamat-e-Islami:  પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલ સહિતના પેટ્રોલિયમ ઉત્પાદનો પર લગાવવામાં આવેલી પેટ્રોલિયમ લેવીના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. શુક્રવારે કરાચી, લાહોર સહિત દેશના અનેક શહેરોમાં હજારો લોકોએ વિરોધ પ્રદર્શન અને રેલીઓમાં ભાગ લીધો હતો. આ વિરોધનું આયોજન ધાર્મિક-રાજકીય સંગઠન જમાત-એ-ઇસ્લામીએ કર્યું હતું.

પ્રદર્શનકારીઓનો મુખ્ય વિરોધ સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનો પર વસૂલવામાં આવતી લેવી સામે છે. પેટ્રોલિયમ લેવી એક પ્રકારનો ટેક્સ છે, જે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન જેવા ઈંધણ પર વસૂલ કરે છે. વિરોધીઓનું કહેવું છે કે આ વધારાનો બોજ સામાન્ય લોકો અને ખાસ કરીને ગરીબ વર્ગ પર પડી રહ્યો છે.

pakistan
pakistan-petroleum-protest-jamat-e-islami

Pakistanના કરાચી અને લાહોરમાં રસ્તાઓ પર વિરોધ

Pakistan ના કરાચીમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ મુખ્ય માર્ગો પર માર્ચ કાઢ્યો હતો. આ દરમિયાન શહેરના કેટલાક મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને વેપારી પ્રવૃત્તિઓને પણ અસર થઈ હતી.

લાહોરમાં પણ મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. અહીં જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ હાફિઝ નઈમ-ઉર-રહેમાને સરકારની ટેક્સ નીતિઓની આકરી ટીકા કરી હતી અને વડાપ્રધાન શહબાઝ શરીફ તથા તેમની કેબિનેટને પેટ્રોલિયમ લેવી પાછી ખેંચવાની ચેતવણી આપી હતી.

‘લેવી કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી’

રહેમાને કહ્યું કે સરકાર ગરીબ લોકો પર વધારાનો આર્થિક બોજ નાંખી રહી છે અને પેટ્રોલિયમ લેવી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. તેમણે સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે. તેમણે IMFનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે જો સરકાર આ લેવીને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની શરતો સાથે જોડે છે, તો પણ સામાન્ય લોકો પર આર્થિક બોજ નાખવો યોગ્ય નથી.

દેશવ્યાપી આંદોલનની ચેતવણી

જમાત-એ-ઇસ્લામીએ(Pakistan) હવે આ વિરોધને વધુ વ્યાપક બનાવવાની જાહેરાત કરી છે. પાર્ટીના પ્રમુખે કહ્યું કે જો સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર કરવામાં આવશે. તેમણે કરાચીથી ચિત્રાલ સુધીના મુખ્ય હાઇવે પર ચક્કાજામ કરવાની પણ ચેતવણી આપી છે. જોકે, તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી વાહનોને પસાર થવા દેવામાં આવશે.

આ વિરોધ પેટ્રોલિયમ લેવી ઉપરાંત જેને પ્રદર્શનકારીઓ ‘IPP માફિયા’ કહે છે તેની સામે પણ છે. જમાત-એ-ઇસ્લામીનો(Pakistan) આરોપ છે કે આ ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક લોકો દ્વારા સરકારી ખજાનાને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હાલ પાકિસ્તાન સરકાર સામે પેટ્રોલિયમ લેવીને લઈને રાજકીય દબાણ વધતું જોવા મળી રહ્યું છે. હવે સરકાર વિરોધીઓની માંગ પર શું નિર્ણય લે છે અને આંદોલનને રોકવા માટે કયા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:ઇરાન પર 48 કલાકમાં કબજાનું પ્લાનિંગ નિષ્ફળ; રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાનનો મોટો દાવો

આ પણ વાંચો:AIની મદદથી વૈજ્ઞાનિકોએ બનાવ્યા 16 નવા વાઈરસ, જાણો કેમ વધી બાયોસેફ્ટીની ચિંતા?

આ પણ વાંચો:થાઈલેન્ડની સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યું આડેધડ ફાયરિંગ; એક શિક્ષકનું મોત, 20 વિદ્યાર્થીઓ ઘાયલ