World News/ શેખ હસીનાની ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત; તારિક રહેમાનના કેમ્પે ફેંક્યો પડકાર

પૂર્વ વડાપ્રધાન Sheikh Hasinaએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે. સામે પક્ષે તારિક રહેમાનના કેમ્પે તેમને હમણાં જ પરત ફરવાનો પડકાર ફેંક્યો છે.

international Top Stories World
Sheikh Hasina

Sheikh Hasina Return to Bangladesh Controversy:  બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ડિસેમ્બરમાં પોતાના દેશમાં પરત ફરવાની જાહેરાત કર્યા બાદ હવે બાંગ્લાદેશની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. શેખ હસીનાએ તાજેતરમાં એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ધરપકડ, જેલ અથવા જીવને જોખમ હોવા છતાં તેઓ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માંગે છે.

હસીનાના આ નિવેદન બાદ વડાપ્રધાન તારિક રહેમાનના કેમ્પ તરફથી તેમને પડકારવામાં આવ્યા છે કે જો તેઓ ખરેખર બાંગ્લાદેશની કાયદાકીય અને રાજકીય વ્યવસ્થાનો સામનો કરવા તૈયાર હોય તો ડિસેમ્બર સુધી રાહ જોવાની જરૂર શું છે? તેમણે હસીનાને તાત્કાલિક બાંગ્લાદેશ પરત આવવા કહ્યું છે.

‘ડિસેમ્બર સુધી કેમ રાહ જુઓ છો?’

તારિક રહેમાનના સલાહકાર સૈયદ મોઝઝેમ હુસૈન અલાલે કહ્યું કે જો શેખ હસીના પોતાના નિર્ણય અને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા માટે મક્કમ છે તો તેમણે અત્યારે જ બાંગ્લાદેશ પરત આવવું જોઈએ.

તેમણે સવાલ કર્યો કે હવે ઓગસ્ટ મહિનો છે અને સપ્ટેમ્બર, ઓક્ટોબર તથા નવેમ્બર બાદ ડિસેમ્બરમાં જ પરત ફરવાની જરૂર કેમ છે? અલાલના જણાવ્યા મુજબ, જો હસીના હવે પરત આવે તો બાંગ્લાદેશની જનતા, ન્યાયતંત્ર અને વહીવટી તંત્ર નક્કી કરશે કે તેમની સાથે શું વ્યવહાર કરવામાં આવશે.

Sheikh Hasina Return to Bangladesh

હસીનાએ કહ્યું- ‘જે પણ પરિણામ આવશે, હું પરત ફરીશ’

શેખ હસીનાએ (Sheikh Hasina) ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ સત્તા છોડ્યા પછી પહેલી વખત વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ પોતાના લોકો અને દેશથી દૂર રહી શકતા નથી અને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માંગે છે.

હસીનાએ એવો પણ દાવો કર્યો કે તેઓ પરત ફર્યા બાદ ધરપકડ, જેલ અથવા પોતાના જીવને જોખમ જેવા પરિણામો માટે પણ તૈયાર છે.

હસીનાને મૃત્યુદંડની સજા થઈ ચૂકી છે

શેખ હસીનાના (Sheikh Hasina) પરત ફરવાના નિર્ણય પાછળ સૌથી મોટો મુદ્દો તેમના વિરુદ્ધ ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી છે. બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ દ્વારા ગયા ડિસેમ્બરમાં શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલને જુલાઈ-ઓગસ્ટ 2024ના હિંસક આંદોલન દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ સાથે જોડાયેલા કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. આ ચુકાદા બાદ બાંગ્લાદેશે ભારતને બંને દોષિતોને સોંપવાની માંગ પણ કરી હતી.

Sheikh Hasina ના પુત્રના નિવેદન પર પણ વિરોધ

દરમિયાન Sheikh Hasina ના પુત્ર સજીબ વાઝેદના એક નિવેદન પર પણ બાંગ્લાદેશ સરકાર તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. વાઝેદે કહ્યું હતું કે બાંગ્લાદેશ ભારતની પૂર્વ સરહદ પરના ‘બીજા પાકિસ્તાન’ જેવું બની ગયું છે. અલાલે આ નિવેદનને બાંગ્લાદેશની સંપ્રભુતા સાથે દખલગીરી ગણાવીને તેની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ હવે 5 ઓગસ્ટ 2024 પહેલાં જેવું રહ્યું નથી અને દેશ રાજકીય રીતે નવા માર્ગ પર આગળ વધી રહ્યો છે.

અલાલે વધુમાં ભારપૂર્વક કહ્યું કે બાંગ્લાદેશ પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખશે અને દેશની આંતરિક બાબતોમાં કોઈપણ પ્રકારની વિદેશી દખલગીરી સ્વીકારવામાં આવશે નહીં. Sheikh Hasina ડિસેમ્બરમાં ખરેખર બાંગ્લાદેશ પરત ફરશે કે નહીં અને પરત ફર્યા બાદ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કેવી રીતે આગળ વધશે, તેના પર હવે સમગ્ર ક્ષેત્રની નજર છે.


આ પણ વાંચો:ઇરાન પર 48 કલાકમાં કબજાનું પ્લાનિંગ નિષ્ફળ; રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાનનો મોટો દાવો

આ પણ વાંચો:AIની મદદથી વૈજ્ઞાનિકોએ બનાવ્યા 16 નવા વાઈરસ, જાણો કેમ વધી બાયોસેફ્ટીની ચિંતા?

આ પણ વાંચો:થાઈલેન્ડની સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યું આડેધડ ફાયરિંગ; એક શિક્ષકનું મોત, 20 વિદ્યાર્થીઓ ઘાયલ