Business News/ ટાટા મોટર્સની Punch EV ધૂમ મચાવી રહી છે: 8 મહિનાનું વેટિંગ, માસિક સપ્લાય ક્ષમતામાં મોટો વધારો

ટાટા પંચ EV (Tata Punch EV) ની માગમાં જબરદસ્ત ઉછાળો આવતા વેટિંગ પિરિયડ 8 મહિના સુધી પહોંચ્યો છે.

Business
Tata Punch EV long waiting period 8 months

ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રે ઇલેક્ટ્રિક વાહનો (EVs) ની માગમાં અદભુત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં ટાટા મોટર્સ અગ્રેસર સાબિત થઈ રહી છે. ગ્રાહકો તરફથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદને કારણે Tata Punch EV માટે હાલમાં 8 મહિનાથી પણ વધુનો વેટિંગ પિરિયડ ચાલી રહ્યો છે. કંપની ઉત્પાદન (Company Product)વધારી રહી હોવા છતાં વધતી માગ સામે સપ્લાય ઓછી પડી રહી છે.

Tata Punch EV : મુખ્ય હાઇલાઇટ્સ અને વેચાણના આંકડા

સૌથી શ્રેષ્ઠ ત્રિમાસિક વેચાણ: નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ 34,000થી વધુ EV યુનિટ્સ વેચીને વાર્ષિક ધોરણે 112% ની ઐતિહાસિક વૃદ્ધિ (Growth)દર્શાવી છે.

ગ્રીન પાવરટ્રેનનો દબદબો: ટાટાના કુલ પેસેન્જર વીહીકલ સેલ્સમાં 19% હિસ્સો ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles)નો અને 27% હિસ્સો CNG મોડલ્સનો છે. એટલે કે કુલ વેચાણમાંથી 46% કારો બિન-પેટ્રોલ/ડીઝલ વિકલ્પ ધરાવે છે.

પ્રોડક્શન ક્ષમતામાં વધારો: વેટિંગ ટાઈમ ઘટાડવા કંપનીએ માસિક ઉત્પાદન ક્ષમતા 9,000 યુનિટ્સથી વધારીને 15,000 યુનિટ્સથી વધુ કરી દીધી છે.

ખરીદદારો માટે મહત્વની સલાહ

જો તમે આ મહિને Tata Punch EV બુક કરાવો છો, તો ડિલિવરી મેળવવામાં 2027ની શરૂઆત થઈ શકે છે. આટલા લાંબા સમયગાળા દરમિયાન કિંમતમાં સુધારો, બેંક ફાઇનાન્સ ઑફર્સમાં ફેરફાર અથવા MG, Mahindra અને Maruti Suzuki જેવા પ્રતિસ્પર્ધીઓના નવા મોડલ્સ બજારમાં આવવાની શક્યતાઓ રહેલી છે, તેથી તમામ પરિબળો ચકાસીને નિર્ણય લેવો હિતાવહ છે.


આ પણ વાંચો :TCSના માર્કેટ કેપમાં ભારે ઘટાડો, Reliance અને SBIને પણ નુકસાન; LICની વેલ્યુએશનમાં મોટો વધારો

આ પણ વાંચો :15 ઓગસ્ટ 2026ના સોના-ચાંદીના ભાવ: આજે સોનું સસ્તું કે મોંઘું?

આ પણ વાંચો :વિન્ડફોલ ટેક્સમાં કાપ; પેટ્રોલ અને ડીઝલના નિકાસકારોને મળી મોટી રાહત, જાણો લેટેસ્ટ દર