Not Set/ શેરબજારમાં મચ્યો કોહરામ, સેન્સેક્સમાં પડ્યો ૬૦૦થી વધુ પોઈન્ટનો કડાકો

મુંબઈ, સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ભારતીય શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ BSE ઇન્ડેક્સ પર ૬૦૯.૫૮ પોઈન્ટ તૂટીને ૩૫,૦૬૩.૬૭ ના સ્તર પર બંધ થયો છે. જયારે નિફ્ટીમાં પણ ૧૮૭.૫૦ પોઈન્ટનો કડાકો થયો છે અને તે ૧૦,૫૦૬.૨૦ના સ્તર પર આવી ગયો છે. માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સમાં સૌપ્રથમ ૪૬૮.૫૯ પોઈન્ટ અને નિફ્ટીમાં ૧૮૫ પોઈન્ટનો કડાકો […]

Top Stories Trending Business

મુંબઈ,

સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ભારતીય શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ BSE ઇન્ડેક્સ પર ૬૦૯.૫૮ પોઈન્ટ તૂટીને ૩૫,૦૬૩.૬૭ ના સ્તર પર બંધ થયો છે. જયારે નિફ્ટીમાં પણ ૧૮૭.૫૦ પોઈન્ટનો કડાકો થયો છે અને તે ૧૦,૫૦૬.૨૦ના સ્તર પર આવી ગયો છે.

માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સમાં સૌપ્રથમ ૪૬૮.૫૯ પોઈન્ટ અને નિફ્ટીમાં ૧૮૫ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. જો કે ત્યારબાદ ૧૦.૩૮ વાગ્યા સુધી બજારમાં આવેલી નરમીના કારણે સેન્સેક્સમાં આ ઘટાડો ૬૦૯.૩૭ પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો

આ હોઈ શકે છે મુખ્ય કારણ

૧. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇ સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને ઝટકો

૨. ઓપેક તેમજ ૧૦ અન્ય તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રુડ ઓઈલનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય

૩.ચીની સ્માર્ટફોન કંપની હુવાવેના CFO ( ચીફ ફાઈન્સાશિયલ ઓફિસર)ની ધરપકડ

૪. અમેરિકામાં જોબ ડેટાને લઇ જોવા મળી રહેલી કમજોરી

૫. કૃષિ ક્ષેત્ર પર સંકટ

૬. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચ દ્વારા ભારતની GDP ગ્રોથનું અનુમાન ૭.૪ % થી ઘટાડીને ૭.૨ % સુધી કરી નાખ્યું છે.