Valsad News : વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તાર માં કમોસમી થયેલા વરસાદથી ખેડૂતોને નુકસાન નું વળતર ચૂકવવા લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ દ્રારા રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાધાણી ને પત્ર લખી તાત્કાલિક વળતર આપવા રજૂઆત કરવામાં આવી.
વલસાડ અને ડાંગ જિલ્લામાં દિવાળીના તહેવારમાં થયેલા માવઠાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જેમાં ખેતરમાં તૈયાર થયેલો પાક ધોવાઈ જવાને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.જેને લઈને વલસાડના સાંસદ ધવલ પટેલે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને તાત્કાલિક પાક નુકસાનીનું વળતર ચૂકવવા રજૂઆત કરી છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીને વલસાડના સાંસદ ધવલ પટેલે એક પત્ર લખીને ખેડૂતોને કમોસમી વરસાદને કારણે થયેલા પાકની નુકસાનીનું વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવા રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનના કારણે વલસાડ લોકસભા વિસ્તાર હેઠળના વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડયો હતો.આ અસમયે થયેલા વરસાદને કારણે ડાંગરનો તૈયાર થયેલ પાક પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. આ વિસ્તારના મહત્તમ આદિવાસી ખેડૂતોનું મુખ્ય આજીવિકા સ્ત્રોત ડાંગરનો પાક હોવાથી,આ નુકસાનથી તેઓ આર્થિક સંકટમાં છે.
આમ કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને વાસ્તવિક રાહત મળી શકે. ધવલ પટેલે અગાઉ પણ ચોમાસાની સિઝનમાં થયેલા ભારે વરસાદમાં ખેડૂતોને થયેલા પાક નુકસાનીની સહાય ચૂકવવા રજૂઆત કરી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા ખેડૂતોને રાહત સહાય ચૂકવવામાં આવી હતી.

આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા
આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
આ પણ વાંચો: Jamnagar News/જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત
