@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ
વર્ષની અંતિમ તારીખ નજીક આવી રહી છે. ત્યારે આ 31st ને લઈને વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. 31st નાં રોજ સંઘ પ્રદેશમાંથી નશો કરી આવતા લોકોનું વધુ કડકાઈથી ચેકિંગ હાથ ધરાશે, તો સંઘ પ્રદેશ દમણ અને સેલવાસને અડીને આવેલ તમામ બોર્ડ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે, તો ગુજરાતમાં ચોરી છુપે ઘુસી રહેલા દારૂ પર પોલીસની બાજ નજર છે.

31st આવતાની સાથે જ ગુજરાતનાં લોકો સંઘ પ્રદેશ ખાતે નવા વર્ષની ઉજવણી કરવા જતા હોય છે. દર વર્ષે થર્ટી ફર્સ્ટનાં દિવસે સંઘ પ્રદેશથી નશો કરી આવતા લોકો ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ વલસાડ જિલ્લા પોલીસ સંઘ પ્રદેશથી નશો કરી આવતા લોકો પર કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયારી વલસાડ જીલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા દ્રારા દર્શવવામાં આવી હતી. સંઘ પ્રદેશ અડીને ગુજરાતની આવેલ તમામ બોર્ડર ઉપર ફરતા ચેકિંગ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે, તો સંઘ પ્રદેશમાંથી નશો કરી આવતા તમામ લોકો પર પ્રોહીવીશન એક્ટ હેઠળ કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે તો પકડાયેલા તમામ લોકોને કોરોના ગાઈડલાઈસ મુજબ પોલીસ દ્વારા રાખવાની વ્યવસ્થા જિલ્લા પોલિસ દ્વારા કરી દેવામાં આવી છે. પકડાયેલા તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે રાખવામાં આવશે તો તમામ લોકોનાં કોરોના ટેસ્ટ માટે વહીવટી તંત્ર દ્વારા દરેક પોલીસ સ્ટેશનને એક એક આરોગ્યની ટીમ આપવામાં આવશે. આમ 31st ને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવાના પગલા લેવામાં આવી ગયા છે.

31st આવતાની સાથે જ ગુજરાતમાં દારૂની માંગ વધી જતી હોય છે, ત્યારે બુટલેગરો દ્વારા પણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં દારૂ આવે તે માટે અલગ અલગ રીતે ગુજરાતમાં દારૂ લાવનો પ્રયાસ કરતા હોય છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો ઉપર લાલ આંખ કરવામાં આવી છે. ગુજરાતમાં લવાતો દારૂને રોકવા જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને તથા જિલ્લા LCB, sog, આર.આર. સેલ તથા અન્ય સર્વેલશ ટીમને તાકીદ કરી દેવાતા જ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ દ્વારા ચાર દિવસથી જિલ્લામાં અલગ-અલગ જગ્યા ઉપર હાઉસ રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, તો 40 જેટલા ક્વોલીટી કેસ પણ કરવામાં આવ્યા છે. જિલ્લામાં બુટલેગર દ્વારા વાહનોમાં ચોર ખાના બનાવી લાવતા દારૂ ઉપર પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. તો જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા એક સ્પેશિયલ સ્કોડ બનાવવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાત રેન્જ આઈજી રાજકુમાર પાડ્યાનાં આદેશ અનુસાર વલસાડ જિલ્લામાં એલ.સી.બી..એસ ઓ જી સ્થાનિક પોલીસ..આર આર સેલ..અને અન્ય સર્વેલન્સ ટીમ 31st દરમિયાન ઘૂસતા દારૂ પર બાજ નજર રાખી દારૂ ઝડપવાનાં કામોમાં કડક કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

31st ને ધ્યાન માં લઈ વલસાડ જિલ્લા પોલીસ અત્યાર થીજ એક્શન મોડ માં જોવા મળી હતી .દમણ અને સેલવાસ થી ગુજરાત માં ઘુસાડતો દારૂ પર પોલીસ ચાંપતી નજર બનાવી બેઠી છે તો વલસાડ જિલ્લા ને લાગતી તમામ દમણ અને સેલવાસ ની બોર્ડર પર ચુસ્ત ચેકીંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો જિલ્લા માં હાઉસ રેડ ના કેસો પણ કરવા આવી રહ્યા છે ત્યારે આ વખતે વલસાડ જિલ્લા ની બોર્ડર થી દારૂ 31st માટે દારૂ નહીં ઘૂસે એ માટે વલસાડ પોલિસ સજ્જ જોવા મળી રહી છે.
Attack: 15 દિવસથી આંતક મચાવનાર બે દીપડા આખરે પાંજરે પુરાયા, લોકોમાં …
froud: આ રાષ્ટ્રીયકૃત બેંકની રાજ્યમાં આવેલી ત્રણ બ્રાંચમાં 272 કરોડ…
Bardoli: બારડોલી તાલુકામાં સૌપ્રથમ વખત નીલ ગાય નજરે પડતાં વન્યજીવ પ્ર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
