કહેવતો અને મુહાવરાઓ એમ જ નથી પડી ગયા અને આટલા બધા ફેમસ થઇ ગયા. કહેવતો અને મુહાવરા પૂર્વે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અને અનેક પ્રેરણાદાયક કથની પર આધારીત હોય છે. આપણામાં એક કહેવત છે કે, “મન હોય તો માળવે જવાય” અને આ જ વાત જો અંગ્રેજીમાં કહેવી હોય તો કહેવાય કે, “There is a Will, there is a Way”. બસ જો ઉપરોક્ત કહેલી વાતનાં સંદર્ભમાં આપેલા મુહાવરા કે કહેવતની વાત કરવામાં આવે તો આ કહેવત હાલમાં જ સારી સાબિત થઇ છે અને આ કામ કર્યું છે એક પાંચ માસનું ગર્ભ ઘારણ કરેલી મહિલાએ.
Railway: સૌરાષ્ટ્રથી સીધા જ જઇ શકાશે શેરોવાલીનાં શરણોમાં, રેલ્વેએ શરુ…

બીલકુલ હાલમાં યોજવામાં આવેલી ટીસીએસ વર્લ્ડ 10 બેંગ્લોર 2020 સેરમાં આ મુહાવરો સારો સાબિત ત્યારે થયો જ્યારે પ્રેરણાદાયી વાર્તાઓમાંની જેમ એક પાંચ મહિનાની સગર્ભા સ્ત્રીએ ટીસીએસ વર્લ્ડ 10 બેંગ્લોર 2020 રેસ માત્ર 62 મિનિટમાં પૂર્ણ કરી લીધી. નામ જોગ વાત કરવામાં આવે તો દેડવીર અંકિતા ગૌડ, ટૂંક સમયમાં માતા બનવાની છે અને અંકિતાએ રવિવારે ટીસીએસ વર્લ્ડ વર્લ્ડ 10 રેસ રન પૂર્ણ કરી હતા. છેલ્લા નવ વર્ષથી નિયમિત રીતે દેડતી અંકિતા માને છે કે આ પ્રવૃત્તિ તેના માટે શ્વાસ લેવા સમાન મહત્વની છે.
Attack: 15 દિવસથી આંતક મચાવનાર બે દીપડા આખરે પાંજરે પુરાયા, લોકોમાં …

અંકિતાએ કહ્યું, ‘આ તે છે જે હું છેલ્લા નવ વર્ષથી લગભગ દરરોજ કરું છું, તમે ઉભા થઈને દોડ માટે નીકળી પડો છો, અલબત્ત ચોક્કસ પણ કેટલીકવાર તમે ઘાયલ, માંદા અને આવું કરવામાં અસમર્થ પણ થાવ છો. ઉપરાંત હું છેલ્લા નવ વર્ષથી નિયમિત દોડું છું. તેથી તે મારા માટે શ્વાસ લેવા જેવું છે. તે મારામાં સ્વાભાવિક છે. ‘
Politics / મિશન બંગાળ – તૃણમુલનાં તણખલા વડે ભાજપનો માળો બાંધવાની …

આપને જણાવી દઇએ કે, અંકિતા વ્યવસાયે એન્જિનિયર છે અને 2013 થી ટીસીએસ વર્લ્ડ 10 રેસમાં ભાગ લઈ રહી છે. તેણે પાંચ વખત આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં પણ ભાગ લીધો છે. આ પાંચ રેસમાં બર્લિન (ત્રણ વખત), બોસ્ટન અને ન્યૂ યોર્ક શામેલ છે. આ વખતે અંકિતા સગર્ભા હતી અને પાંચ મહિનાનો ગર્ભ હોવા છતા પણ તે આ રેસ પૂરા ખંતથી દોડી અને પૂર્ણ પણ કરી છે, જે ભારતની કે વિશ્વની લાખો સગર્ભા મહિલાઓ માટે સૂચક છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
