ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેની સાથે તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા પણ જોવા મળી રહી છે. વીડિયોમાં માહી અને તેનો પરિવાર જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે, ધોની પોતાના પરિવાર સાથે જયપુરમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યો છે.

આ પણ વાંચો – IND vs SA / કોહલી પાસે લક્ષ્મણ-દ્રવિડનો વિરાટ રેકોર્ડ તોડવાની તક
મહેન્દ્ર સિંહ ધોનીનો સોશિયલ મીડિયા પર એક અલગ જ ક્રેઝ છે. સોશિયલ મીડિયા પર તેનો કોઈપણ વીડિયો કે તસવીર પોસ્ટ થતા જ તે અચાનક વાયરલ થઈ જાય છે. આ વીડિયો પછી પણ તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જણાવી દઇએ કે, એમએસ ધોની જયપુર પહોંચી ગયો છે. તે પહેલા મુંબઈ એરપોર્ટ પર પહોંચેલા ધોની અને સાક્ષીનો વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ધોની બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો અને સાક્ષી સુંદર Lookમાં જોવા મળી હતી.

દીકરી જીવા ધોની પણ પિંક ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “ધોની ભાઈ તમારો વીડિયો જોઈને આજનો દિવસ બનાવ્યો.” અન્ય એક યુઝરે લખ્યું, “એક સુંદર પરિવાર ફરવા માટે બહાર છે.” એક યુઝરે લખ્યું કે, “બોલિવૂડનાં તમામ સુપરસ્ટાર્સથી ઉપર.” તેવી જ રીતે એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું કે, IPL પહેલા પરિવાર સાથે સમય વિતાવવો સારો છે.
https://www.instagram.com/reel/CXnP-X6qNNU/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – Cricket / એજાઝ પટેલે 10 વિકેટ લઇને રેકોર્ડ બનાવનારા બોલ કર્યા Donate
મહેન્દ્ર સિંહ ધોનીએ ઘણા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જોકે તે હજુ પણ IPL માં રમી રહ્યો છે. છેલ્લી વખત આ વર્ષે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને તેની કેપ્ટનશિપમાં વિજેતા બનાવ્યું હતું. ચેન્નાઈ IPL માં બીજી સૌથી સફળ ટીમ છે.

અત્યાર સુધી ધોનીની કેપ્ટન્સીમાં CSK ચાર વખત IPL ટાઈટલ જીતી ચૂકી છે. માનવામાં આવે છે કે ધોની 2022માં છેલ્લી IPL રમી શકે છે. આ પછી તે ક્રિકેટને સંપૂર્ણ રીતે અલવિદા કહી શકે છે.
