Recipe/ ચટ્ટાકેદાર કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું બનાવવાની સરલ રીત

શિયાળામાં ભોજનની સાથે જો આવું ચટ્ટાકેદાર અથાણું મળી જાય તો આખી થાળીને સ્વાદ પણ બદલાઈ જાય છે

Health & Fitness Lifestyle

શિયાળામાં ભોજનની સાથે જો આવું ચટ્ટાકેદાર અથાણું મળી જાય તો આખી થાળીને સ્વાદ પણ બદલાઈ જાય છે. ત્યારે આવો જાણાવીએ કે ચટ્ટાકેદાર કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું બનાવવાની રીત…

કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું બનાવવા માટેની સામગ્રી –
૨૫૦ ગ્રામ લાલ મરચાં
૩ ચમચી મેથીનાં કુરિયા
૪ ચમચી રાઈનાં કુરિયા
૩ ચમચી તેલ
૧/૩ ચમચી હીંગ
૨ ચમચી વરિયાળી
૧ ચમચી કાળા મરી
૨ ચમચી હળદર
૩ ચમચી લીંબુનો રસ
સ્વાદાનુસાર મીઠું

red chilli pickle | lal mirch ka achar

કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું બનાવવા માટેની રીત –

સૌ પ્રથમ લાલ મરચાંને ધોઈને કોરા કરો. તેને કાપીને ટુકડા કરો તેમાં રહેલા બીજ ખંખેરીને કાઢી નાખો. મેથીનાં કુરિયા, રાઈનાં કુરિયા, વરિયાળી અને કાળા મરીને વારાફરતી મિક્ષરમાં અધકચરા વાટી લો.

making red chilli pickle recipe | Chilli pickle recipe, Pickling recipes, Recipes

 

એક પહોળા વાસણમાં મેથીનાં કુરિયા ગોળ ફરતા પાથરો એની બહારની બાજુ રાઈનાં કુરિયા પાથરો. તેના પર ૧/૨ ચમચી હીંગ અને મીઠું ઉમેરો. અધકચરી વાટેલી વરિયાળી તથા મરી પાવડર ઉમેરો તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટી અથાણું બને છે. એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં ૧/૪ હીંગ ઉમેરી તેને મેથી-રાઈનાં કુરિયાનાં મિશ્રણ પર રેડો. બરાબર મિક્સ કરીને તેમાં હળદર તથા લીંબુનો રસ ઉમેરી ફીણી લો.

આ અથાણામાં ગોળ ઉમેરશો તો પણ સ્વાદિષ્ટ લાગશે એટલે મસાલો મિક્સ કરતી વખતે થોડો ગોળ ઉમેરી શકાય છે. પછી તેમાં સમારેલા લાલ મરચાં ઉમેરી મિક્સ કરો. તૈયાર અથાણાંને બે દિવસ બહાર રાખો અને દિવસમાં બે વાર હલાવવું.

Stuffed Red Chili Pickle Recipe ,How To Make Bharwa Laal Mirch Ka Achar » Maayeka

મેથી-રાઈનાં કુરિયા ફૂલી જાય અને મસાલો સરસ મરચામાં ભળી જાય પછી કાચની બરણીમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરો. આ અથાણું જમવાની સાથે તથા થેપલાં, ખાખરા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તો તૈયાર છે કાઠિયાવાડી લાલ મરચાનું