Not Set/ જામનગરની જેલ ફરી આવી વિવાદમાં,કાચા કામના કેદી પાસેથી મળી આવ્યા મોબાઈલ અને સીમકાર્ડ

જામનગર, જામનગરની જેલ ફરી એક વખત વિવાદનો ભોગ બની છે. જેલમાંથી ફરી એક વખત મોબાઇલ ફોન સીમકાર્ડ મળી આવતાં પોલીસની બેદરકારી સામે આવી છે. કાચા કામના કેદી પાસેથી આ મોબાઇલ ફોન અને સીમકાર્ડ મળી આવતાં પોલીસ બેડામાં સનસનાટી મચી ગઇ છે. આરોપી બધાબાઇ ભોળાભાઇ પાસેથી આ મોબાઇલ ફોન મળી આવ્યા છે. ત્યારે સવાલએ ઉભો થાય […]

Top Stories Gujarat Others Videos

જામનગર,

જામનગરની જેલ ફરી એક વખત વિવાદનો ભોગ બની છે. જેલમાંથી ફરી એક વખત મોબાઇલ ફોન સીમકાર્ડ મળી આવતાં પોલીસની બેદરકારી સામે આવી છે. કાચા કામના કેદી પાસેથી આ મોબાઇલ ફોન અને સીમકાર્ડ મળી આવતાં પોલીસ બેડામાં સનસનાટી મચી ગઇ છે.

આરોપી બધાબાઇ ભોળાભાઇ પાસેથી આ મોબાઇલ ફોન મળી આવ્યા છે. ત્યારે સવાલએ ઉભો થાય છે કે આ આરોપી પાસે મોબાઇલ ફોન આવ્યાં ક્યાંથી. શું આરોપીને મોબાઇલ ફોન કોઇના દ્વારા પહોંચાડવામાં આવ્યા છે.

આ મોબાઇલ કાંડમાં કોની સંડોવણી છે. તેવા અનેક પ્રશ્નો હાલ સત્તાવી રહ્યા છે. હાલ તો પોલીસ દ્વારા આ મોબાઇલ કાંડને લઇને પોલીસ તંત્ર દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. શું પોલીસ મૂખ્ય આરોપી સુધી પહોંચશે કે નહીં. ઉલ્લેખનીય છે કે, અવારનવાર જિલ્લાની જેલોમાંથી મોબાઇલ ફોન મળી આવે છે ત્યારે હવે જામનગરની જેલમાંથી મોબાઇલ ફોન મળી આવવાની વધુ એક ઘટના સામે આવી છે.