Not Set/ સિનિયર જજોથી નાખુશ CJI દીપક મિશ્રાએ કહ્યું, અંગત મહત્વાકાંક્ષાઓથી ઉપર ઉઠવાની જરૂર છે

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) દીપક મિશ્રાએ ભારતના 72માં સ્વતંત્રતા દિવસ નિમિતે સુપ્રીમ કોર્ટ પરિસરમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જજો, વકીલો અને સ્ટાફને સંબોધીને ભાષણ આપ્યું હતું. સીજેઆઇ દીપક મિશ્રાએ સિનિયર જજના નામ લીધા વગર જ કહ્યું હતું કે, ન્યાય વ્યવસ્થાની આલોચના કરવી, એના પર કમેન્ટ કરવી અને સિસ્ટમને બરબાદ કરવી આસાન છે. […]

Top Stories India

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) દીપક મિશ્રાએ ભારતના 72માં સ્વતંત્રતા દિવસ નિમિતે સુપ્રીમ કોર્ટ પરિસરમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જજો, વકીલો અને સ્ટાફને સંબોધીને ભાષણ આપ્યું હતું.

સીજેઆઇ દીપક મિશ્રાએ સિનિયર જજના નામ લીધા વગર જ કહ્યું હતું કે, ન્યાય વ્યવસ્થાની આલોચના કરવી, એના પર કમેન્ટ કરવી અને સિસ્ટમને બરબાદ કરવી આસાન છે. મુશ્કેલ છે તો સારા પ્રદર્શન માટે સિસ્ટમને સાચી દિશામાં બદલવી અને એને જાળવી રાખવી.

તેમણે કહ્યું હતું કે, ન્યાય વ્યવસ્થાની સુરક્ષા માટે આપણે અંગત મહત્વાકાંક્ષાઓથી ઉપર ઉઠીને વિચારવાની  જરૂરિયાત છે. જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું હતું કે, સકારાત્મક અને ઠોસ સુધારા પૂરી જવાબદારી સાથે થવા જોઈએ.

સીજેઆઇ બન્યા બાદ જસ્ટીસ દીપક મિશ્રા ઘણા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ઘણાં સિનિયર જજએ સીજેઆઈની કાર્ય પ્રણાલીને લઈને ઘણી જગ્યાઓ પર ખુલ્લેઆમ બોલી ચુક્યા છે. જજ દીપક મિશ્રાના કાર્યકાળમાં ઘણાં ઉતાર ચડાવ આવ્યા છે. તેમના અમુક નિર્ણય માટે તેમને ઘણા પ્રગતિવાદી માનવામાં આવી રહ્યા છે, તો અમુક નિર્ણયને લઈને ઘણાં વિવાદિત માનવામાં આવી રહ્યા છે. અમુક નિર્ણય માટે તેમની પ્રશંશા થઇ રહી છે તો અમુક નિર્ણયોને લઈને ગંભીર આરોપ પણ લાગતા રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં ઉચ્ચ સ્તર પરના લોકોનો અસંતોષ ત્યારે ખુલીને બહાર આવ્યો હતો કે, જયારે જાન્યુઆરીમાં સર્વોચ્ચ અદાલતનાં સિનિયર જજોએ સાર્વજનિક રૂપથી સીજેઆઈ દીપક મિશ્રા પર મામલાને યોગ્ય બેંચને આપવાનાં નિયમનું પાલન નહી કરવાનો આરોપ લગાવ્યો હતો. આમાંથી એક મામલો સીબીઆઈના જજ બી.એચ.લોયાના રહસ્યમય સ્થિતિમાં થયેલા મોતને સંબંધિત હતો.