Not Set/ ૠષિ કપૂરને હોઈ શકે છે કેન્સરની બીમારી, નીતુએ આપ્યો સંકેત

મુંબઇ, એવું લાગે છે કે બોલિવૂડને કેન્સરનું ગ્રહણ લાગ્યું છે.ઇરફાન ખાન અને સોનાલી બેન્દ્રેને કેન્સર થયું હોવાનું સામે આવ્યા પછી હવે જાણીતા એક્ટરને પણ કેન્સર થયું હોવાની જાણકારી મળી છે. છેલ્લા કેટલાક સમયથી જાણીતા એક્ટર ઋષિ કપૂર પણ ન્યૂયૉર્કમાં છે અને પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહ્યા છે. ઋષી કપૂર કઈ બીમારીનો ઇલાજ કરાવી રહ્યા છે […]

Uncategorized

મુંબઇ,

એવું લાગે છે કે બોલિવૂડને કેન્સરનું ગ્રહણ લાગ્યું છે.ઇરફાન ખાન અને સોનાલી બેન્દ્રેને કેન્સર થયું હોવાનું સામે આવ્યા પછી હવે જાણીતા એક્ટરને પણ કેન્સર થયું હોવાની જાણકારી મળી છે.

છેલ્લા કેટલાક સમયથી જાણીતા એક્ટર ઋષિ કપૂર પણ ન્યૂયૉર્કમાં છે અને પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહ્યા છે. ઋષી કપૂર કઈ બીમારીનો ઇલાજ કરાવી રહ્યા છે તે હજુ જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ  નવા વર્ષ પર તેમની પત્ની નીતુ કપૂરે સોશિયલ મીડિયામાં પૉસ્ટ કરી છે અને તેના કેપ્શનમાં એવું કંઇક લખ્યું છે જેનાથી એવો સંકેત મળે છે કે ઋષિ કપૂર પણ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે.

https://www.instagram.com/p/BsEOeh3AV2Q/?utm_source=ig_embed

નીતૂ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યોં છે જેમાં તે પોતાના પતિ ઋષિ કપૂર, દીકરી રિદ્ધિમા કપૂર સહાની, તેનો પતિ અને દીકરી તેમજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળી રહી છે.

આ તસવીરને શેર કરતા નીતૂએ કેપ્શનમાં લખ્યું છે, ‘2019ની શુભકામનાઓ. આ વર્ષે કોઈ જ સંકલ્પ નહીં, ફક્ત પ્રાર્થનાઓ. ટ્રાફિકને કારણે થતું પૉલ્યુશન ઓછું થાય. આશા છે કે ભવિષ્યમાં કેન્સર ફક્ત એક રાશિનું જ નામ હોય (કર્ક રાશિને અંગ્રેજમાં કેન્સર કહેવામાં આવે છે), નફરત ના હોય, ગરીબી ઓછી થાય અને ઘણો બધો પ્રેમ અને સાથ હોય અને સૌથી જરૂરી સારુ સ્વાસ્થ્ય હોય.’

નીતૂએ પોતાની પૉસ્ટમાં ‘કેન્સર લખીને આ અટકળોને વેગ આપ્યો છે. ફૉટોમાં પણ ઋષિ કપૂર કમજોર દેખાઈ રહ્યા છે.ઋષિ કપૂર લાંબા સમયથી ન્યૂયોર્કમાં છે અને તેમની બીમારીના કારણે તે તેમની માતા કૃષ્ણા રાજ કપૂરની અંતિમ વિધિમાં પણ હાજર નહોતા રહી શક્યા