Not Set/ IND v/s SA : આજે સેન્ચ્યુરિયનમાં રમાશે બીજી T-૨૦ મેચ

સેન્ચ્યુરિયન, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ શ્રેણીની બીજી મેચ બુધવારે સેન્ચ્યુરિયનના સુપર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર, આ મેચ સાંજે ૬ વાગ્યે શરુ થશે. વિરાટ બ્રિગેડ પ્રથમ ટી-૨૦ મેચમાં ૨૮ રને વિજય મેળવી પહેલેથી જ ત્રણ મેચની સીરીઝમાં ૧-૦ની લીડ ધરાવે છે ત્યારે બીજી મેચમાં પણ વિજય મેળવી […]

Sports

સેન્ચ્યુરિયન,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ શ્રેણીની બીજી મેચ બુધવારે સેન્ચ્યુરિયનના સુપર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર, આ મેચ સાંજે ૬ વાગ્યે શરુ થશે. વિરાટ બ્રિગેડ પ્રથમ ટી-૨૦ મેચમાં ૨૮ રને વિજય મેળવી પહેલેથી જ ત્રણ મેચની સીરીઝમાં ૧-૦ની લીડ ધરાવે છે ત્યારે બીજી મેચમાં પણ વિજય મેળવી શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે. જયારે સતત હારનો સામનો કરી રહેલી આફ્રિકન ટીમ આ મેચ કરો યા મરો સમાન બની રહેશે.

ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ૨૮ રને શાનદાર વિજય મેળવ્યો હતો. પ્રથમ મેચમાં ઓપનર શિખર ધવન અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું હતું અને ટીમને વિજય અપાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. ભારતે પોતાની પ્રથમ ટી-૨૦ મેચ રમી હતી અને તેના એક વર્ષ બાદ જ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનસી હેઠળ ભારતે ૨૦૦૭આ પ્રથમ ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો હતો. આ ઉપરાંત અત્યાર સુધી રમાયેલી ૧૧ ટી-૨૦ મેચમાંથી ૮ મેચમાં વિજય મેળવ્યો છે.