Gujarat Rajkot/ લાંચ મળતી ગઈ અને સોનુ ખરીદાતું ગયું, સાગઠિયાનો જવાબ

એસીબી હવે લાંચ આપનારા બિલ્ડરો કે અન્યો સામે તપાસ કરશે કે કેમ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad news : રાજકોટના ટીપીઓ(ટાઉન પ્લાનીંગ ઓફિસર) મનસુખ સાગઠિયા સામે નોંધાયેલા આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિના કેસમાં એસીબીની પુછપરછમાં સાગઠિયાએ જેમ જેમ લાંચ વતી ગઈ એમ સોનુ ખરીદાતુ ગયું એવો બિન્ધાસ્ત જવાબ આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.બીજીતરફ સાગઠિયાને કોણે નાણાં ચુકવ્યા તે અંગે સાગઠિયાએ હોઠ સીવી લીધા હતા. એસીબી હવે લાંચ આપનારા બિલ્ડરો કે અન્યો સામે તપાસ કરશે કે કેમ તે સવાલ છે. સાગઠિયાએ જ્યાંથી સોનાની ખરીદી કરી તેની તપાસ પણ જરૂરી છે. કારણકે આરોપીએ બિલ વિના ખરીદી કરી છે. ટેક્સથી બચવા વેપારીઓ બિલ વિના સોનુ આપ્યું હોવાની શક્યતા છે.

દરમિયાન ટીપીઓ સાગઠિયાને એસીબીએ કોર્ટમાં હાજર કર્યા હતા. જ્યાં કોર્ટે તેમના છ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિના કેસમાં રિમાન્ડ માટે સરકારી વકીલે દલીલ કરી હતી કે સાગઠિયા તેના પગારની તમામ રકમ બચાવે તો પણ તેની પાસેથી મળેલી રકમ ભેગી ન કરી શકે. સાગઠિયાના બેન્ક એકાઉન્ટની તપાસ પણ બાકી છે. જે તેની હાજરીમાં થવી જરૂરી છે. સાગઠિયા અને તેના પરિવાર પાસેની સંપત્તિ અંગે તપાસ થવી જરૂરી છે. મહાનગરપાલિકાના ખર્ચે સાગઠિયાએ બે દિવસનો વિદેશ પ્રવાસ કર્યો હતો પરિવાર સાથે પણ બીજા પ્રવાસ કર્યા હતા જેને પગલે આ તપાસ થવી જરૂરી છે. ડીઆરપી ગેમજોનના આરોપી મનસુખ સાગટિયા પાસેથી અત્યાર સુદીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.

સાગઠિયાની 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ટ્રીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 5 કરોડ રોકડા અને એક કરોડની કિંમતનું સોનું મળ્યું હતું. અગાઉ એસીબીએ ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા હતા. જેમાં 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. તે સિવાય રાજકોટની સાગટિયાની ભાઈની ઓફિસ પર પણ દરોડા પડાયા હતા. મનસુખ સાગટિયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો વગેરે મિલકતો મળી આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ

આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા