Dhandhuka News/ ધંધુકામાં 42 લાખના દારૂ સાથે 79 લાખનો મુદ્દામાલ કબજે

SMCએ પાંચ શખ્સોની ધરપકડ કરી ફરાર પાંચ શખ્સોની શોધ હાથ ધરી

Others Gujarat

Dhandhuka News : અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં વાગડ ગામના ખુલ્લા ખેતરમાં દારૂનો જથ્થો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે વાગડ ગામના ખુલ્લા ખેતરમાં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.42,98,680ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

તે સિવાય પાંચ વાહનો, સાત મોબાઈલ , રોકડ રકમ વગેરે મળીને કુલ રૂ. 79,52,380નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે પાંચ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણના સાંતલપુર વિસ્તારમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો

આ પણ વાંચો:પાટણ રાધનપુર કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3થી વધુ લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:પાટણમાં કેન્દ્રીય વિદ્યાલયમાં ચકચારી દેનાર ઘટના, ધો. 8ની સગીરાને કહ્યું કોઈને કહેશે તો LC આપી દેશું!