Chhota Udepur News/ છોટાઉદેપુર કલેક્ટરની કારને ધડાકાભેર અકસ્માત: બોલેરો સાથે ટક્કર, ચાલકને ઈજા

Gargi Jain Accident: છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈનની ઇનોવા કારને પાવીજેતપુર-દિવાલિયા વચ્ચે બોલેરોએ ટક્કર મારી. કલેક્ટરનો બચાવ, ચાલક ઈજાગ્રસ્ત અને બોલેરો ચાલક ઝડપાયો.

Gujarat Top Stories Others
Gargi Jain Accident: છોટાઉદેપુર કલેક્ટરની કારને અકસ્માત

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની કારને અકસ્માત (Chhota Udepur Collector Accident) નડતાં ચકચાર મચી છે. છોટાઉદેપુરથી બોડેલી તરફ જતા સમયે પાવીજેતપુર અને દિવાલિયા વચ્ચે કલેક્ટરની ઇનોવા કાર અને પૂરઝડપે આવી રહેલી બોલેરો વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માતમાં કલેક્ટર ગાર્ગી જૈનનો (Gargi Jain Accident) બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

Gargi Jain Accident: પાવીજેતપુર-દિવાલિયા વચ્ચે અકસ્માત

Gargi Jain Accident: છોટાઉદેપુર કલેક્ટરની કારને અકસ્માત
Gargi Jain Accident: છોટાઉદેપુર કલેક્ટરની કારને અકસ્માત

મળતી માહિતી મુજબ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન છોટાઉદેપુરથી બોડેલી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પાવીજેતપુર (Pavijetpur Accident) અને દિવાલિયા વચ્ચે સામેથી આવી રહેલી બોલેરો અને કલેક્ટરની ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

કલેક્ટરનો બચાવ, કાર ચાલકને ઈજા

અકસ્મતમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો બચાવ થયો હતો. જોકે, તેમની કારના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ અને તંત્રનો કાફલો ઘટનાસ્થળે

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત વહીવટી તંત્રનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત અંગેની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને બંને વાહનોની સ્થિતિ તેમજ ઘટનાક્રમ અંગે માહિતી મેળવી હતી.

બોલેરો ચાલકની ઘટનાસ્થળેથી ધરપકડ

Gargi Jain Accident: છોટાઉદેપુર કલેક્ટરની કારને અકસ્માત
Gargi Jain Accident: બોલેરો ચાલકની ઘટનાસ્થળેથી ધરપકડ

પોલીસે અકસ્માત બાદ બોલેરો ચાલકને (Bolero Accident) ઘટનાસ્થળેથી જ ઝડપી લીધો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને બોલેરો ચાલકની ભૂમિકા અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અકસ્માતને લઈને તપાસ શરૂ

કલેક્ટરની કાર સાથે અકસ્માત (Collector Car Accident) સર્જાતા તંત્રમાં પણ દોડધામ મચી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.


આ પણ વાંચો: વાગરા નજીક ભૂખી પુલ પર ગમખ્વાર અકસ્માત, અર્ટિગા કાર નીચે પટકાઈ; ચાલકનું મોત

આ પણ વાંચો: મહાકાળના દર્શનથી પરત ફરતી સફર બની અંતિમ, રોંગ સાઈડ ટ્રકે વડોદરાના 6 યુવકની જિંદગી છીનવી

આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે PGVCL કર્મચારીઓ પર હુમલો, દંપતી સામે 6થી વધુ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ