Ahmedabad News: અમદાવાદમાં રીક્ષા ચાલકે જાહેર રસ્તા પર પૂરઝડપે (Ahmedabad Rickshaw Stunt) સર્પાકાર રીતે રીક્ષા હંકારી જોખમી સ્ટંટ કરતા અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. જશોદાનગર ચાર રસ્તાથી રબારી કોલોની ચાર રસ્તા સુધી બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે.
50 કિમીની ઝડપે સર્પાકાર રીક્ષા ચલાવી
મળતી માહિતી મુજબ, 25 ઓગસ્ટના રોજ રીક્ષા ચાલક જશોદાનગર ચાર રસ્તાથી રબારી કોલોની ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે આશરે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બેદરકારીપૂર્વક (Dangerous Rickshaw Driving) સર્પાકાર રીતે રીક્ષા ચલાવી હતી. તેના આ જોખમી ડ્રાઇવિંગને કારણે રસ્તા પર પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ (Traffic Violation Ahmedabad) ઊભું થયું હતું.
Ahmedabad Rickshaw Stunt: પાછળ આવતા યુવકે વીડિયો ઉતારી વાયરલ કર્યો
રીક્ષાની પાછળ ટુ-વ્હીલર પર જઈ રહેલા એક યુવકે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં રીક્ષા ચાલક બેદરકારીપૂર્વક વાહન ચલાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક કાર સાથે અકસ્માત થતાં-થતાં રહી ગયો હોવાનું પણ વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
પોલીસે વીડિયો આધારે કાર્યવાહી કરી
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. વીડિયોના આધારે રીક્ષા ચાલકની ઓળખ કરી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી (Rickshaw Driver Arrested) વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સમક્ષ ચાલકે માફી માંગી
પોલીસની પૂછપરછમાં રીક્ષા ચાલકનું નામ સોનુસિંહ ખટીક હોવાનું અને તે નારોલ વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. 25 ઓગસ્ટના રોજ રીક્ષા લઈને જતી વખતે કોઈ વ્યક્તિએ તેનો વીડિયો બનાવ્યો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ભૂલ બદલ માફી પણ માંગી હતી.
આ પણ વાંચો: મનરેગામાં ‘મજૂરો’ના નામે કરોડોની રમત? રાણીપુરામાં રૂ.3થી 4 કરોડની ગેરરીતિના આક્ષેપ
આ પણ વાંચો: નેપાળ પૂરમાં ફસાયેલા ગીર સોમનાથના નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર, આ નંબર પર કરો સંપર્ક
આ પણ વાંચો: કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ, ફ્લેશ ફ્લડ બાદ સંપર્ક તૂટ્યો
