Patna News: બિહારમાં પૂર (Flood)નો ખતરો વધતા રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે વાત કરીને સ્થિતિની માહિતી મેળવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે, જ્યારે NDRFને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
બિહારમાં પૂરનો Flood ખતરો વધતા તંત્ર એલર્ટ
નેપાળમાં ભારે વરસાદ અને પૂરગંડક નદી (Gandak River)નું જળસ્તર વધતા બિહારમાં પૂરનો ખતરો વધ્યો, અમિત શાહે (Amit Shah) CM સમ્રાટ ચૌધરી સાથે કરી ટેલીફોનીક ચર્ચાની સ્થિતિ વચ્ચે તેની અસર બિહારના સરહદી વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ગંડક નદીના વધતા જળસ્તરને લઈને વહીવટીતંત્રની ચિંતા વધી છે.
ગંડક બેરેજમાંથી આશરે 93 હજાર ક્યુસેક પાણી (93 thousand cusecs of water)છોડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પાણીના વધતા પ્રવાહને કારણે નદી કિનારાના વિસ્તારોમાં ધોવાણ અને પૂરનું જોખમ વધી શકે છે. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.
અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા
પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમિત શાહે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન રાજ્યની સ્થિતિ અને સંભવિત રાહત તથા બચાવ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી.
અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરી હોવાનું જણાવાયું છે. બંને રાજ્યોમાં સરહદી અને નદીકાંઠાના વિસ્તારોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
NDRFને હાઈ એલર્ટ પર રાખવામાં આવી
સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા NDRFને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. જરૂર પડે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટીમો મોકલી શકાય તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બિહારના અનેક જિલ્લાઓમાં નદીના પાણીથી ધોવાણનું જોખમ છે. સ્થાનિક વહીવટીતંત્રને સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે.
નેપાળમાં રાહત કામગીરી તેજ
નેપાળ (Nepal)માં પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે રાહત તથા બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. નેપાળમાં સર્જાયેલી સ્થિતિને કારણે સરહદી વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.
બિહાર સરકારે લોકોને નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. આગામી સમયમાં નદીના જળસ્તરમાં વધુ વધારો થાય છે કે નહીં તેના પર તંત્રની નજર રહેશે.
આ પણ વાંચો:નેપાળ પૂરમાં ફસાયેલા ગીર સોમનાથના નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર, આ નંબર પર કરો સંપર્ક
આ પણ વાંચો:નેપાળ પૂરમાં 21 ભારતીયોનું રેસ્ક્યુ, ગુજરાતના 12 પ્રવાસીઓ હજુ સંપર્કવિહોણા
આ પણ વાંચો:નેપાળમાં કેમ આવે છે વારંવાર કુદરતી આફતો? જાણો ભૂકંપ, પૂર અને ગ્લેશિયર તૂટવાના કારણો
